Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ગંદવાડ

ગંદવાડ

1 min
7.1K


હોસ્ટેલની છત ઉપર રાત્રે હવા ખાતા દીવેશની નજર સડકની સામે તરફના બસસ્ટોપ ઉપર પડી. બે સ્ત્રીઓ બે જુદી જુદી પરિસ્થિતિ. એક વૃદ્ધ ભિખારણને એક જગમગ કપડાં ને પુરા મેકઅપમાં લદાયેલી સ્ત્રી એની અદાઓથી પસાર થતા પુરુષોને આકર્ષતી.

ભૂખથી નિધાળ ભિખારણમાં કોઈને રસ જ નહિ. પેલી જગમગ સ્ત્રી માટે ગાડી અટકી કંઈક ભાવતાલ થયો અને એ ગાડીમાં બેસી જતી રહી. સમાજનો ગંદવાડ નિહાળી એને એક ઉબકો આવી ગયો.

થોડા સમય પછી એ જગમગ સ્ત્રી ગાડીમાંથી ત્યાંજ ઉતરી. કપડાં સરખી કરતી પૈસા ગણતી એ ભિખારણ પાસે પહોંચી. સાથે લઈ આવેલ બે પડીકામાંથી એક ભિખારણને આપ્યું. અને બંને એકસાથે પડીકા ખોલી પોતપોતાનું પેટ ભરવા લાગી. જીવનનાં અગણિત ગંદવાડની વચ્ચે આટલું સ્વચ્છ દ્રશ્ય તો એણે પહેલીવાર જ જોયું !


Rate this content
Log in