STORYMIRROR

Deepa Pandya Gide

Others

3  

Deepa Pandya Gide

Others

ગામ અને શહેર વચ્ચેનું જનજીવન

ગામ અને શહેર વચ્ચેનું જનજીવન

2 mins
223

"ગામ અને શહેર વચ્ચેનું જનજીવન" અને જોઇએ એમની વચ્ચેનું "સમતોલન" સાચું કહીશ તો ઘણા તફાવતો જોવા મળશે આપણને અને ઘણું બધું છે, જે તે જગ્યાએ જ અનુભવાય.

ગામડું એટલે શું કહું કે જ્યાં એની પોતાની સુંદરતા ત્યાંની માટીમાં સમાયેલી હોય છે. ત્યાંની સાદગીભરી રહેણીકરણીમાં સમાયેલી હોય છે, ત્યાંના લોકોના ભોળપણમાં સમાયેલી હોય છે, દરેક વસ્તુની શુદ્ધતા માં છૂપાયેલી હોય છે. એકબીજા વચ્ચે લાગણી અને વગર માંગણીના ભાવોમાં સચવાયેલી હોય છે. સંબંધો સાચવવામાં અને એકમેક માટે કાઇ પણ કરી ચૂકવાંની ભવનાઓ માં જળવાયેલી હોય છે, જ્યાં ભલે નવરાશની પળો હોય છે, પરંતું એકબીજાને અપાતો સંપુર્ણ સમય હોય છે. સુંદર રમણીય અને કુદરતી વાતાવરણમાં રહેવાની પણ પોતાની કાઈક અલગ જ મજા હોય છે. કુદરતની સુંદરતાભરી શાંતિના અનુભવો આપણે ત્યાંજ અનુભવી શકીએ છે. અને ખરેખર શાંતિ અને સુખના આનંદને માણવા જ લોકોને શહેર તરફથી ગામ તરફ જવું વધારે પસંદ પડે છે. અને ગામનું જનજીવન એક રિતી અને સમયને અનુરૂપ ચાલતું હોય છે. જે નીતિ, રીતી, ભાતિ અને પ્રથાઓને વળગી રહેવા વાળા હોય છે.

તો બીજીબાજુ શહેરી જનજીવન ઘણું ખરું જુદું પડતું છે. ઘણી બધી બાબતોમાં ભિન્ન છે. વિકાસની દોડ તરફ પોતે પોતાનું અને પોતાનાઓનું અવિસ્તરણીયકરણ કરી દીધેલ છે. એકબીજા માટે સમયની શોધમાં વલખાં મારતા ફરતાં હોય છે. સમયનો તો જાણે દરેક વ્યક્તિ પાસે અભાવ છે, સુંદરતા, રમણીયતા ને માણવા તરસતાં હોય છે, કારણ ઊંચી ઇમારતો, અને મોટાં ઘરો એ જમીન ની કમી સર્જી છે. ચિંતા અને તણાવ માં સતત જીવતર અટવાયું છે.

સફળતા મેળવવા માટે ખોઈ રહ્યાં કુદરતની છાંય છે. આપણે જાણે આપણાંથી જ થઈ રહ્યાં અજાણ છે. સમજવું શું કે શું સમજાવવું એજ પડતી ન ખબર છે. સોફેસ્ટીકેશન માં ભૂલ્યા આપણા સંસ્કાર છે. એજ્યુકેશન ની દોડ માં શહેર તરફનાં પ્રયાણમાં આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલી ગામ ખાલી કરતાં ગયાં છે.

શહેરીજીવનની પણ, પોતાની અલગ રૂપરેખા છે, કાઇક આગળ વધવાની આશ સાથે, પ્રગતિના પથ માટે થોડાં ફેરફાર પણ જરૂરી છે. અને ગામ અને શહેર બેવ ના વાતાવરણની પણ પોતાની એક આગવી જ મજા છે.

ક્યાંક વધારે ભરમાર છે તો ક્યાક વિચારોની અછત છે,

ક્યાંક વાતાવરણ અને કુદરતના સાનિધ્યની ઓળખ છે,

ક્યાંક હરણફાળ હરીફાઈ ની જ ભરમાર છે,

ક્યાંક સંસ્કારોનું જતન અને સભ્યતાંની ઓળખ છે,

ક્યાંક પ્રેકટિકલ નહીં થાવ તો છેતરાઈ જશોનો હાઉ છે,

પરંતુ, બેવનું પોતપોતાનું આગવું જ પ્રાધાન્ય છે.


Rate this content
Log in