Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

એનિવર્સરી

એનિવર્સરી

1 min
15K


આજે એના લગ્નની નવમી વર્ષગાંઠ હતી. દિવ્યેશની ગમતી રેસ્ટોરાંમાં એણે ટેબલ બુક કરાવી લીધો હતો. સુંદર લાલ સાડી ચઢાવી, રંગીન બંગડીઓ પહેરી દિવ્યેશના ગિફ્ટ કરેલ ઇઅરિંગ કાનમાં લટકાવી એણે મેકઅપનો ફાઇનલ ટચ કર્યો. પર્સ ખભે લટકાવી નીકળી. "આમ ક્યાં જાય?" "વેડિંગ એનિવર્સરી ઉજવવા.."

"દિવ્યેશ વિનાજ?" દિવ્યેશના ફોટા ઉપરનો હાર સરખો કરી એ બોલી રહી: "સફેદ સાડી વીંટાળી, ઘરના એક ખૂણે મારા અશ્રુઓના ભારથી અંતરમાં એને હજી એક વાર ના મારીશ. એને મારી અંદર હંમેશા જીવતો રાખીશ ને એ ત્યારેજ શક્ય છે જયારે હું જીવીશ.."

"અરે પણ લોકો શું કહેશે?" વિધવા વહુને રોકવા જતી પત્નીનો હાથ પતિએ ખેંચી લીધો. "જીવવા દે મારા દીકરાને એની અંદર.." જીવિત પ્રેમના બહાર જતાં એ પગલાંઓ હાઈ હિલના અવાજ સાથે અંદર સુધી સંભળાઈ રહ્યા.


Rate this content
Log in