એકલતાનો સહારો
એકલતાનો સહારો
આ કોરોના મહામારીમાં ઘરે ઘરે કોરોનાનાં શિકાર બની રહ્યાં. અક્ષય અને પ્રિયંકાનાં લગ્ન હજુ હમણાં જ થયાં હતાં. અક્ષયને રોજ ઓફિસ જવું પડતું ત્યાંથી એ સંક્રમિત થયો એને તાવ અને ગળામાં દુખાવો ઉપડતા ડોક્ટરને બતાવ્યું.
ડોક્ટરે રિપોર્ટ કરાવ્યાં તો કોરોના પોઝિટિવ આવ્યો એટલે એ ઉપર રૂમમાં એકાંતમાં રહેવા લાગ્યો અને યુ ટ્યુબ ઉપર નિતનવા સાધુ, સંતો અને બાબાનાં પ્રવચનો જોવા લાગ્યો આમ એકલતામાં એણે ભક્તિનો સહારો લીધો પણ જયારે ચૌદ દિવસ પછી ફરી રિપોર્ટ કરાવ્યો અને નેગેટિવ આવ્યો ત્યારે પ્રિયંકા એને ભેટવા આવી તો એને ધક્કો માર્યો અને કહ્યું કે આ બધું મોહ, માયા છે. મને તારામાં કોઈ રસ નથી તું તારે પિયર જતી રહે મારે ભક્તિ માર્ગે આગળ વધવું છે.
વાત વાયુવેગે ચારેકોર ફેલાઈ.
ઓળખીતા અને સગાંવહાલાં, સંબંધીઓ એ અક્ષયને સમજાવ્યો પણ એણે પ્રિયંકાને છૂટાછેડા આપી દીધા.
આમ એકલતામાં લીધેલો સહારો અતિશયોક્તિ બનીને બે જિંદગીને ઉજજડ બનાવી ગયો.
