Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એકાદશી

એકાદશી

1 min
419


આજે એકાદશી છે એને રમા એકાદશીથી પણ ઓળખવામાં આવે છે. આજથી દિવાળીના નવા દિવસો શરૂ થઈ ગયાં છે. આવો દિવાળીમાં આંગણમાં, તુલસી ક્યારે દિવા પ્રગટાવીને ઘરને રોશની યુક્ત બનાવીએ અને મનમાં રહેલી ખોટી વેર ઝેરની વાતોને વિદાય આપીએ અને નવા દિવસોમાં જેની સાથે મનમોટાવ હોય એ‌ ભૂલીને સંબંધમાં ફરીથી નવી ઉર્જા ભરીને ભાવના થકી એક બનીને ઉત્સાહથી ઉત્સવ ઉજવીએ.

આજે એકાદશીનાં દિવસથી દીવા પ્રગટાવીને ઘરમાં શુભ તત્વો અને પોઝિટિવ ઊર્જા ભરીએ. ઈલેક્ટ્રીક દીવા કે સીરીઝ ઘરને સુશોભિત કરવા લગાવો પણ આજે એકાદશીનાં અગિયાર દીવા પ્રગટાવો એ પણ તેલનાં એથી લક્ષ્મીજી કૃપા કરે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે એવું વડીલો કહેતા હતા.

આપણાં પૂર્વજો જે કહીને ગયા છે એ સત્ય છે પણ આધુનિકતાનાં રંગે રંગાઈ આપણે એનું મહત્વ વિસરી ગયા છીએ. છતાંય આપણે તહેવારો ઊજવવા માટે ઉત્સાહિત હોવાથી એનો આનંદ માણીએ છીએ. એકાદશીનાં સૌને જય શ્રી કૃષ્ણ. નવા દિવસો સૌને ફળજો એવી શુભેચ્છાઓ.


Rate this content
Log in