Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એકાદશી વ્રત

એકાદશી વ્રત

2 mins
266


એકાદશી વ્રતનો મહિમા બહું મોટો છે પણ અત્યારે તો સાપ ગયાંને લિસોટા રહી ગયા જેવું છે. ખાલી દેખાદેખી અને નિતનવા ફરાળ ખાવાં માટે પણ અગિયારસ કરે છે..

આપણે શ્રી કૃષ્ણ, અગિયારસ મહિમા, ગૌ માતા, યમુનાજી અષ્ટક મહિમા વિશે અલગ-અલગ લેખ દ્વારા જાણીશું.

આજે અગિયારસનું મહત્વ સમજીએ. 

આ જમાનામાં મનુષ્યો ધર્મને ભૂલી ગયા છે અને ધર્મનાં નામે આડંબર કરી રહ્યાં છે.

શ્રી કૃષ્ણનાં નામે ચરી ખૈ ને શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ જે કાળી કોટડીમાં જન્મ ધર્યો અને બાળલીલા કરી અને રાક્ષસોનો સંહાર કર્યો અને મહાભારતમાં અર્જુનના સારથિ બનીને ગીતા ઉપદેશ આપ્યો. એ ઉપદેશનો એક પણ અધ્યાય રોજબરોજના જીવનમાં વણી લઈએ તો કેટલી બધી મુશ્કેલીઓનો આપોઆપ અંત આવી જાય.. આ મારું મંતવ્ય છે. બધાની વિચારસરણી અલગ-અલગ હોય છે પણ છતાંય ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાથી કોઈ નુક્સાન નહીં થાય એ ગેરંટી હું આપું છું કૃષ્ણ ભગવાનની કૃપા થકી. માટેજ એટલાં જ ભાવથી અગિયારસ કરો તો બેડો પાર થઈ જાય.. ભગવાન તો ભાવના ભૂખ્યો છે. જો સાચાં મનથી અગિયારસ કરવાનો સંકલ્પ કરો તો પણ ફળ આપે છે તો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉપવાસ કરો તો કેટલું ફળદાયક બને એ વિચારો દિલથી એમાં ગૂગલને ના પૂછાય કારણકે વિશ્વાસનાં પ્રમાણ સમય આવે કૃષ્ણ ભગવાન ખુદ આપે છે.

છળ કપટથી માનવીઓ એકબીજાને છળે છે, પણ ભગવાનને છળવા નહીં.

આ પામર મનુષ્યો તો અધમતાથી ધર્મ સહિત અગિયારસ ભૂલી ગયા છે.

મદ ભરેલા માણસો ભૂલી ગયા છે કે કૃષ્ણ તો કણકણમાં વસેલાં છે. રામરાજ્યને પ્રજા સુખી કહેવત નામની છે ધર્મના સાચા ઉપાસકોને બધા ભૂલી ગયા છે.

વિશ્વભરની સૃષ્ટિના સાચા ઉધ્ધારક સંતો, મહંતો છે.

નર મનુષ્યો આજે રામ, કૃષ્ણને ભૂલી ગયા છે.

મળે કૃષ્ણ તો મારે મીરા, નરસિંહ મહેતા અને ચૈતન્ય મહાપ્રભુજી બનવું છે એવી નિર્મળ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી છે.

માટેજ સાચી શ્રદ્ધાથી અગિયારસ કરીને હરિસુખ પામવું છે.

અગિયારસથી તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ દુઃખડા બધાંજ હરિ લે છે અને નિરંતર જન્મ મરણના ફેરામાં થી મુક્તિ મળે છે.

અગિયારસના પૂન્ય થકી તો કુળનો ઉદ્ધાર થાય છે.

આમ અગિયારસ એ તો ભવતારણી છે.

શ્રી કૃષ્ણ અને યમુનાજી અને મહાપ્રભુજી મહેર કરે.

શ્રી કૃષ્ણ શરણં મમ.

શ્રી કૃષ્ણ શરણં મમ..

શ્રી કૃષ્ણ શરણં મમ.

બીજા લેખમાં આપણે યમુનાજી વિશે માહિતી મેળવીશું.


Rate this content
Log in