STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

એક વાત

એક વાત

1 min
126

આપણાં દેશમાં શિક્ષક ને ગુરુ માનવામાં આવે છે... આ કોરોના મહામારીમાં ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, અવિરતપણે સેવાઓ આપી એ માટે દિલથી એમને સલામ કરું છું... પણ શિક્ષક નું શું ?

ઓનલાઈન શિક્ષણ ભણાવા માટે મોબાઈલમાં રિચાર્જ કરાવું પડે છે.. ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવતાં શિક્ષકો ને પગાર મળ્યો છે.. પણ ખાનગી સ્કૂલમાં ભણાવતાં શિક્ષકો ને દોઢ વર્ષથી અડધો જ પગાર મળ્યો છે.. જેમકે કોઈ શિક્ષકનો મહિનાનો પગાર દસ હજાર હોય એને પાંચ હજાર પગાર મળ્યો છે... શિક્ષકને પણ ઘર પરિવાર ચલાવવાનું હોય છે... કેટલાય શિક્ષકો એ નોકરી છોડીને શાકભાજીની લારી કરી તો કેટલાયે માસ્ક વેચવાનું કામ ચાલુ કર્યું.. શું એક દિવસ શિક્ષક દિન ઉજવણી કરી શિક્ષકો ને માન આપવાનું ?

શું શિક્ષક માટે કોઈ આપણી ફરજ છે કે નહીં !

બાકીના દિવસોમાં શિક્ષક વિશે કોઈ જાણકારી નથી રાખતું... અને ઉપરથી શિક્ષકોની ભાવનાઓ કચડી ને જોક્સ બનાવવામાં આવે છે એમની મજાક, મશ્કરી કરવામાં આવે છે..

શિક્ષકોને પડતી તકલીફો માટે હજુ સુધી કોઈ મિડિયાવાળા એ પણ નોંધ લીધી નથી.

ટ્યુશન કલાસિસ બંધ હોવા છતાંય ટેક્ષ આપ્યો છે.. શિક્ષકો માટે જાગૃતિ લાવવી જરૂરી છે કે નહીં ?

ક્યાં ગયાં માનવ કલ્યાણ અને સમાજ સેવા સંસ્થાઓ જે શિક્ષકો માટે કોઈ આગળ નથી આવ્યું... જો શિક્ષણ જ નહીં રહે તો પછી ની પેઢીનું ભવિષ્ય શું?


Rate this content
Log in