Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક સિક્કાની બે બાજુ

એક સિક્કાની બે બાજુ

1 min
201


એક સિક્કાની બે બાજુઓ છે સ્મરણશક્તિ ને સહનશક્તિ.

જો સ્મરણશક્તિ ના હોય તો જિંદગી ગોથે ચઢી જાય અને સહનશક્તિ ના હોય તો પરિવાર વેર વિખેર થઈ જાય.

માટે આ દુનિયામાં જીવવા બંનેને ખાસ મિત્ર બનાવી દેવા. જેથી આવનારી આકસ્મિક આફતોથી બચી શકાય.

આ જીવનમાં પોઝિટિવ અને પ્રેકટીકલ જ રહેવું જેથી દુઃખી ઓછું થવાય. આમ તો માણસ સહજ રીતે કોઈ પણ વસ્તુમાં નકારથી ટેવાયેલા તેથી સહનશક્તિની જરૂર ડગલે પગલે પડે છે.. ભાવનાત્મક કાર્યમાં યાદોથી જોડાયેલા રહીએ છીએ તેથી સ્મરણશક્તિમાં કામનું અને નકામું સ્મરણ કરી લઈએ છીએ...

ભાવના સભર ભાવમાં માણસ જોડાયેલો રહે છે તેથી લાગણીઓથી વિચારો કરે છે ને માટે જ બુદ્ધિ નો ઉપયોગ કરે નહીં અને પછી ભાવનાઓમાં તણાઈ જાય એટલે સહનશીલતા જરૂરી બને છે અને જે લાગણીઓ સાથે રમત રમે છે એને મન જ્ઞાનની ખોટ છે એટલે અજ્ઞાની સમજે છે પછી ત્યાં પરિસ્થિતિ એવી સર્જાય કે સહનશક્તિ અને સ્મરણશક્તિ એક સિક્કાની બે બાજુ બનીને રહે છે અને જ્ઞાનની સાચી રીત અને સાચી લાગણીઓનાં મોલ થાય છે. કોઈ પણ આકસ્મિક તોફાન કે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જ્ઞાનની ગંગા નિરંતર ઉપયોગી બને છે અને એ‌ માટે સતેજ સ્મરણશક્તિ કામમાં આવે છે અને સંસાર ભવપાર ઉતરવા સહનશક્તિ જ આત્મિક શાંતિ આપે છે. માટેજ સ્મરણશક્તિ અને સહનશક્તિ એક સિક્કાની બે બાજુઓ છે.


Rate this content
Log in