Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

એક પ્રયાસ

એક પ્રયાસ

1 min
7.3K


સરલાબેન ગામથી વેકેશન માણવા ભાઈને ત્યાં શહેરમાં આવ્યા. જે દ્રશ્ય જોયું એનાથી આંખો પર વિશ્વાસ ન આવ્યો. ભત્રીજી બેસી ટીવી જોતી હતી ને ભત્રીજો રસોડામાં વાસણ ધોઈ રહ્યો હતો.

"ભાઈ વાસણ ધુએ ને તું આરામથી ટીવી જુએ?" ભત્રીજી ફટાકડી જેમ બોલી, "કાલે મેં વાસણ ધોયા હતા આજે ભાઈનો વારો.." રસોડામાં કામ કરતી ભાભી પર એ ચિઢાયા.

"આ કેવી ઉંધી ગંગા વહાવે છે?" પોતે  કરેલી સમાનતાની પહેલ માટે ટીકા અને નિંદા માટે માનસિક રીતે સજ્જ ભાભી ફક્ત એટલુંજ બોલી, "ઉંધી ગંગા નથી વહાવતી બહેન, વર્ષોથી સમાજમાં વહેતી ઉંધી ગંગાનો જે પ્રવાહ મારા ઘરમાંથી પસાર થાય છે ફક્ત એનેજ સીધો કરવાનો પ્રયાસ કરી રહી છું."


Rate this content
Log in