એક પ્રખર જ્યોતિષ
એક પ્રખર જ્યોતિષ
એક ગોલ્ડ મેડાલિસ્ટ પ્રખર જ્યોતિષ ઈશ્વરચંદ્ર હતાં.. એ ફેસ રીડિંગ પણ કરતાં હતાં એમને ત્યાં મોટા મોટા મંત્રી, હિરો, હિરોઈન, વેપારીઓ, ધંધાવાળા બધાંજ આવતાં હતાં એમનું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત હતું.
સમયની બલિહારી ઈશ્વરચંદ્રને દીકરા, વહું સાથે રૂપિયા બાબતમાં માથાકૂટ થઈ અને ભાવનાત્મક ઘા લાગવાથી હાઈ બીપી થઈ જવાથી લકવો થઈ ગયો મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ કોઈ ફરક નાં પડ્યો એક બાજુનું અંગ લકવાગ્રસ્ત જ રહ્યું કોઈ દવા કામ નાં આવી.
ઘરે લાવવામાં આવ્યાં એક પથારીમાં પડ્યા પડ્યા દીકરા વહું નાં નખરાં જોતાં પણ પોતે લાચાર હતાં પત્ની તો દસ વર્ષ પહેલાં જ હૃદયરોગથી પ્રભુને ત્યાં જતી રહી હતી.
એકજ રૂમમાં વહું ખાવાં આપે એ જ ખાવાનું.. અને વહુ હડધૂત કરે એ સાંભળીને અને જોઈને ડિપ્રેશનમાં જતાં રહ્યાં.
ઈશ્વરચંદ્ર પથારીમાં પડ્યા પડ્યા પોતાની ભૂલોને યાદ કરીને રડતા લાચારીથી જીવી રહ્યા.
