Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


એક નવી સવાર

એક નવી સવાર

3 mins 11.6K 3 mins 11.6K

એકઠાં થયેલાં પાંચ મિત્રોનાં ગ્રુપમાં દેવે પ્રસ્તાવ રજૂ કર્યો કે આ ઉતરાયણમાં મારી ક્રેટા ગાડી લઈને ગીર ફરવા જઈએ.

બાકીના ચાર મિત્રો એ પણ હા કહી.

ઉત્તરાયણની વહેલી સવારે પાંચ વાગ્યે પાંચ મિત્રો ગાડીમાં ગોઠવાયા.

દેવ ગાડી ચલાવતો હતો.

બાજુમાં ચિરાગ બેઠો હતો અને પાછળ પિનલ, કરણ, અને સૂરજ બેઠાં હતાં.

ગાડીમાં ફૂલ વોલ્યુમ સાથે ગીતો વગાડતાં ગમ્મત ગુલાલ કરતાં એ લોકો ગીર પહોંચ્યા.

એક જગ્યાએ ઉતારો રાખ્યો હતો ત્યાં રાતવાસો કર્યો અને સાંજે ચાર વાગ્યે ગીર ફોરેસ્ટ જોવા નિકળ્યા ગાડી લઈને અને અંદર સિંહ અને વન્ય પ્રાણીઓ જોયાં અને ફોટોગ્રાફી કરી અને અંધારું થતાં ગાડી લઈને એ લોકો પોતાના ગેસ્ટ હાઉસમાં જવા પાછાં નિકળ્યા પણ ધમાલ મસ્તીમાં એ લોકો રસ્તો ભૂલી ગયા અને જંગલમાં અંદર જતાં રહ્યાં અચાનક કરણ કહે અલ્યા દેવ આપણે હાઈવે વાળા રસ્તે જવાનું હતું આ તો જંગલ માં આવી ગયા હવે.

દેવ કહે સાચી વાત.

પણ ગાડી રિવર્સ લેવાય એમ પણ નથી હવે શું કરવું ?

સૂરજ કહે ગાડીમાં પેટ્રોલ છે ને ?

દેવ કહે હા.

સૂરજ કહે તો ઈશ્વરનું નામ લઈને જવા દે આગળ ક્યાંક તો આગળ રસ્તો આવશે.

પણ જેમ આગળ ગાડી ચાલી એમ કાચો માટીનો રસ્તો ( કેડી ) હતી.

આજુબાજુ મોટા મોટા વૃક્ષો એકદમ અંધકાર તમરા નો અવાજ અને સૂનસાન રસ્તો હવે તો પાંચેય ને બીક લાગી.

જેમ જેમ આગળ ગયા એમ એમ વાતાવરણ વધુ ખોફનાક અને ડરામણું લાગવા લાગ્યું.

દેવ નાં હાથ પણ ધ્રુજવા લાગ્યા.

સંકટમાં બધાને પોતા પોતાની કૂળ દેવી યાદ આવી અને જેવું આવડે એવું માતાજી ને કરગરવા લાગ્યા.

બધાં અંદરોઅંદર વાતો કરતાં કે આવાં ભેંકાર વિસ્તારમાં જો કોઈ પ્રાણી કે લૂંટારા આવી જાય તો આપણી શું હાલત થાય.

આમ વાતો કરતાં બધાં ડરી રહ્યા હતા અને કાચા રસ્તે આગળ જતાં એક વીસ બાવીસ વર્ષની છોકરી હાથમાં બેટરી લઈને ઊભી હતી રસ્તાની વચ્ચોવચ અને હાથ કરીને ગાડી ઊભી રાખવા ઈશારો કરતી હતી.

દેવ ને બાકીના ચાર કહેતાં હતાં ઉડાડી દે આને. નાં ઊભી રાખીશ. કોણ જાણે ભૂત, પ્રેત હોય તો.

પણ દેવ કંઈ વિચારે એ પહેલાં ગાડી એની જાતે જ એ છોકરી પાસે ઊભી રહી ગઈ..

એ છોકરી એ ગાડીનાં કાચ ખખડાવ્યો.

સૂરજે કાચ ખોલ્યો.

છોકરી કહે તમે અહીં ક્યાં આવી ગયા ?

સૂરજ અમે રસ્તો ભૂલી ગયા છીએ..

છોકરી કહે હાઈવે જવું છે ?

સૂરજ કહે હા.

સૂરજ છોકરી ને કહે તમે કોણ છો ? અને અહીં શું કરો છો ?

છોકરી કહે ‌હું માર્ગ ભૂલેલા ને રસ્તો બતાવું છું બસ એ જ મારી ઓળખ.

મને તમારી ગાડીમાં બેસાડો હું રસ્તો બતાવું..

બધાં વિચારમાં ખોવાઈ ગયા કે કોઈ ગેંગની સભ્ય હોય અને ગાડીમાં બેસાડીએ અને આગળ એમનાં માણસો ઊભા હોય તો ?

બધાં એકબીજાના મોં જોવા લાગ્યા.

છોકરી કહે ખોલો દરવાજો જલ્દી કરો નહીંતર મુસીબત આવશે.

બધાંએ બીજો કોઈ ઉપાય નાં સૂઝતાં માતાજીનું નામ લઈને દેવની બાજુમાં બેસાડી અને ચિરાગ પાછળ બેઠો..

આમ જંગલમાં ફસાયેલા આ લોકો અડધી રાત થઈ ગઈ હતી.

પાણીની એક બોટલ હતી એ પણ ખાલી થઈ ગઈ હતી હવે અહીં પાણી પણ ક્યાં મળે ?

બધાંના ગળાં સૂકાઈ ગયા હતા.

એ છોકરી બેઠી અને એણે દેવ ને સૂચના આપી કે આગળ સીધા લઈ લો પછી થોડે દૂર ગયા પછી એકદમ ઉખડબખડ રસ્તે ડાબી બાજુએ લેવડાવી અને પછી થોડે દૂર ગયા અને સૂકાયેલી નદીનો પટ આવ્યો એમાંથી ગાડી લેવડાવી અને ત્યારબાદ એક કાચો પાકો રસ્તો આવ્યો અને એ રસ્તે ગાડી લેવડાવી ત્રણ ચાર કિલોમીટર પછી દૂરથી વાહનોની અવરજવર દેખાઈ અને વાહનોની લાઈટ દેખાઈ.

એ જ રસ્તે આગળ આવ્યા અને જોયું તો હાઈવે આવી ગયો હતો હાઈવે જોઈને બધાં ખૂબ ખુશ થયાં.

પણ આ શું દેવની બાજુમાં બેઠેલી છોકરી ગાયબ હતી.

બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે સૂરજની પહેલી કિરણ દેખાઈ અને પાંચે એ ઊંચા હાથ કરીને ખુશી વ્યક્ત કરી કે એક નવી સવાર મળી. એક નવું જીવન મળ્યું.

પણ પાંચેયનાં મનમાં એક સવાલ રમી રહ્યો કે એ કોણ હતી‌‌ છોકરી ?


Rate this content
Log in