STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક ધડકન

એક ધડકન

1 min
283

લાગણીના અજબ તાણાવાણાથી જોડાયેલા હતા બાપ દિકરી. વિનુભાઈ એ મા વગરની ભારતીને એકલાં હાથે મોટી કરી. આજે એનો કોલેજમાં પહેલો દિવસ હતો. વિનુભાઈ વ્યાકુળતાથી આંટા મારી રહ્યા હતા. કારણકે વિનુભાઈ અને ભારતીનો અલગજ પ્રકારનો પ્રેમ હતો બાપ દિકરીનો.

આતુરતાથી રાહ જોતાં વિનુભાઈના મોબાઈલમાં ભારતીના નંબર પરથી રીંગ જોઈને, 'બેટા કેમ મોડું કર્યું ?'

ત્યાં તો સોસાયટીમાં રહેતી ભારતીની જોડેજ કોલેજમાં હતી. એણે કહ્યું 'કાકા હું શોભના બોલું છું.

ભારતી ઘરે આવવા બસમાં ચડવા જતાં પડી તો પાછળ પૂરપાટ વેગે આવતી ગાડીએ ટક્કર મારી અને ભારતી બચી શકી નથી આપ સી. ટી. હોસ્પિટલ આવી જાવ.

આ સાંભળીને જ વિનુભાઈની ધડકન બંધ થઈ ગઈ.


Rate this content
Log in