The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

એક ભૂલ

એક ભૂલ

2 mins
326


આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જાઈશું, તો પણ રાખમાંથી સુગંધ નહિ આવે.પણ સાહેબ, કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે..! અને જો અજાણતાં થયેલી ભૂલ હોય તો પણ એનું કર્મ ભોગવવું જ પડે છે.

આ વાત છે ગુજરાતના એક મોટાં શહેરના નાના આંતરિયાળ ગામની ગામમાં સૌથી મોટું ( હવેલી ) ઘર હતું. રમેશભાઈ વૈધ અને એમનો પરિવાર રહેતો હતો. રમેશભાઈ અને અનુબેનના બે સંતાનો હતા એક દિકરી અને એક દિકરો. દિકરીનું નામ જાગૃતિ અને દિકરાનું નામ સંજય હતું. ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી જાગૃતિ વકિલ બને છે અને સંજય ડોક્ટર બને છે. હોસ્ટેલમાં રહીને બન્ને ભણતા હોય છે. સંજયને સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ થઈ જાય છે અને ગામ આવીને માતા પિતાને વાત કરે છે, રમેશભાઈ અને અનુબેન છોકરાંની ખુશી માટે હા પાડે છે અને બન્ને લગ્ન કરી લે છે.

જાગૃતિ વકીલ બનીને એક વેપારી પરેશભાઈનો કેસ લડતા એમની સાથે પ્રેમ થઈ જાય છે અને લગ્ન કરીને સાસરે અમદાવાદ જતી રહે છે. ડોક્ટર સંજય અને ડોક્ટર સંગીતા પ્રેક્ટિસ ચાલુ કરે છે. ધીમે ધીમે દર્દીઓ આવવા લાગ્યા. અને  બન્નેનું નાનાં ગામડાંમાં નામ થઈ ગયું. એટલે આજૂબાજૂના ગામના લોકો પણ દવા લેવા આવવા લાગ્યા આમ ધીમે ધીમે એમની ખ્યાતિ પ્રસરવા લાગી.

એક દિવસ બાજુના ગામના સરપંચનો એકનો એક દિકરો બિમાર પડ્યો એને સંજયભાઈ પાસે લાવવામાં આવ્યો. સંજયભાઈ એ તપાસીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા આપી. ટેમ્પામાં પાછા લઈ જતાંજ તબિયત વધુ બગડી અને કેશ ફેઈલ થઈ ગયો. સરપંચે શહેરમાં મોટા ડોક્ટર પાસે લઈ ગયા ત્યાંના ડોક્ટરે કહ્યું કે સંજય ભાઈએ ખોટું ઇન્જેક્શન આપ્યું એનાં લીધે મોત થયું છે તમારા દિકરાનું. એક બાજુ સરપંચના છોકરાની ચિતા સળગી અને એક બાજુ આખું ગામ લાકડીઓ અને ધારીયા લઈને ડોક્ટર સંજય ભાઈને મારવા આવ્યું.

ડોક્ટર સંજય ભાઈના કંપાઉન્ડરે ઘરનો મેન દરવાજો બંધ કરી દિધો. ઘરમાં આખું પરિવાર ફફડાટ અનુભવી રહ્યા. ડોક્ટર સંજયભાઈએ સમય સૂચકતા વાપરી પોલીસને ફોન કર્યો. અને ગામના એક આગેવાનનો નંબર હતો એમને ફોન કર્યો કે અમને બચાવી લો. દરવાજા પર લાકડીઓ અને ધારીયાના ઘા જોરદાર થતાં હતાં. અંદર ફફડાટમાં જ રમેશભાઈ વૈધને એટેક આવી ગયો અને એમણે અંનતની વાટ પકડી લીધી. પોલીસ આવી અને પેલા આગેવાન એમનાં માણસો લઈને આવ્યા.

સરપંચ અને ગ્રામજનોને સમજાવ્યું પોલીસ કેસ થયો ડોક્ટર સંજય ભાઈનું સર્ટીફીકેટ જપ્ત કરી લીઘું.

ગામનાં સરપંચે જાણ્યું કે ડોક્ટરથી જ ભૂલ થઈ છે એ લોકોને પહેરેલા કપડા એ ઘરમાંથી અને ગામમાં થી કાઢી મુક્યા. પાસે રૂપિયા પણ નહીં. ક્યાં જવું ? શું કરવું ? કોઈ સૂઝે નહીં..

ડોક્ટર સંગીતા પોતાના પિયર જતાં રહ્યાં. ડોક્ટર સંજયભાઈ એક મોટા ધર્મ સંપ્રદાયમાં જોડાઈ ગયા.

અનુબેને એક ધર્મ સંપ્રદાયમાં શરણ લીધું અને ત્યાંજ રહ્યા અને બાકીનું જીવન ત્યાં પુરૂં કરી પ્રભુ ધામ ગયા.આમ એક ખુશહાલ પરિવાર એક ભૂલથી વેરવિખેર થઈ ગયો અને ગુમનામ બની રહ્યા.


Rate this content
Log in