Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

એક અપેક્ષા

એક અપેક્ષા

4 mins
301


અપેક્ષા તો માણસનો સ્વભાવ છે, અપેક્ષા વગરનો માણસ આ દુનિયામાં તો ના જ મળે. અને જે બાબત ટાળવા મથો તે બમણા જોરથી ખેંચે છે...!

આ વાત છે મણિનગરમાં રહેતાં રાકેશ અને સંજનાની. ધંધો હોય એટલે ઉતાર ચડાવ તો આવે જ. જ્યારે જ્યારે પણ રાકેશને ખોટ જાય ત્યારે સંજના હંમેશાં હું છું ને કહેતી અને એની પડખે મદદ કરવા ઊભી જ હોય. બદલામાં એ એટલીજ અપેક્ષા રાખતી કે "ભલે મારા પતિ મને કોઈ દિવસ કોઈ ગીફ્ટ ના આપે તો વાંધો નહિ, પણ, પ્રેમથી મારી જોડે બેસીને બે ઘડી વાત કરે અને પ્રશંસાના બે શબ્દો કહે તોયે હું તો રાજી. આટલી અપેક્ષા તો કોઈ પણ સ્ત્રી રાખી જ શકે ને. કારણકે આ સ્ત્રી સહજ અપેક્ષા હતી અને દરેક ને હોય જ એ સ્વાભાવિક અને સહજ છે

પણ, રાકેશ તો પ્રશંસા કરવાની વાત તો દૂર રહી, પણ ઘરમાં પણ કોઈ વાતમાં સંજના સાચી હોય તોય એનો પક્ષ લે જ નહીં અને બીજાનો પક્ષ લે ત્યારે સંજના અપેક્ષા ભરી નજરે રાકેશને જોઈ રહે. પણ, રાકેશ તો નિર્મોહી બનીને બેસી રહે.

ક્યાંક લગ્ન પ્રસંગે કે વ્યવહારીક કામકાજે જવાનું હોય અને એ રાકેશને પુછે કે, જુઓ તો આજે હું કેવી લાગું છું ?"

તો રાકેશ તરત જ કહેતો "શું બકવાસ કરે છે, મેનોપોઝ પિરિયડ પછી સ્ત્રીની ચામડી લબડી પડે એટલે એને "સુંદર" કહેવાય જ નહિ. ઉંમર પ્રમાણે જરા પરિપક્વ બન હવે તું કંઈ નાની નથી.

આટલી મોટી ઢગા જેવી થઈ, પણ તારામાં " પરિપક્વતા" ના આવી.

રાકેશ માટે સુંદરતા માત્ર ચામડી પૂરતીજ સીમિત હતી. એટલે એને સંજનાની પ્રેમથી છલોછલ છલકાતી આંખોની સુંદરતા દેખાતી જ નહોતી. અને બહાર બીજી સ્ત્રીઓને ટીકી ટીકીને જોયા કરે. અને બહારની સ્ત્રીઓ સાથે લળી લળીને વાતો કરે અને ઘરમાં મોં ચડાવીને ફરે. જાણે કેટલાય દુઃખ આપતાં હોય.

અને કંઈ કેટલીયે વાર એણે સંજનાને આપેલાં વચનો તોડ્યાં હતાં, છતાં સંજના કંઈક કહેવા જાય ત્યારે..."તારા મગજમાં તો ગંદકી ભરી છે. તું સાવ હલકી વૃત્તિની અને ઈર્ષાળુ ઓરત છે.

તું દેશી છો... ગામડાની ગમાર છે... બુધધીવગરની છે" આવા શબ્દબાણથી એને વિંધી કાઢે..

તેમ છતાં સંજના એ કોઈ દી' એના માટે આવા નિમ્ન કોટિના શબ્દો ઉચ્ચાર્યા નહોતા, કેમ કે એના એવા સંસ્કાર જ નહોતાં. સંજનાને તો એની ભક્તિ અને ઘર પરિવારજ મહત્વનાં હતાં. જ્યારે જ્યારે સંજના રાકેશ જોડે એમને બંન્નેને સ્પર્શતી હોય એવી બાબતની ચર્ચા કરે ત્યારે પણ "આ બધી તારી વાતોમાં કંઈ ભલીવાર નથી એમ કહીને એ વાતને બીજી દિશામાં વાળીને પોતેજ સાચો અને સારો છે એ પૂરાવાર કરવા દલીલો પર દલીલો કરે અને પછી મૂળ વાત તો બાજુએ રહી જાય અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય. અને છતાંય સંજના ફરીથી એ વાત કરે તો.‌

અરે, આ તે કેવી વાહિયાત વાત કરે છે તને ગતાગમ જેવું કંઈ છે જ નહીં. અને બંનેને સ્પર્શતી વાતને પણ એવું કહી ને ટાળી દે મને આવી ધંગધડા વગરની વાત કરવામાં કોઈ રસ નથી. અને ચાર દિવસની વાત ઉપર તો સુરેશે બધીજ હદ પાર કરી દીધી.

સંજનાને કહે તારું શરીર વધી ગયું છે તો ધ્યાન રાખ, થોડી કસરત કર, આખો દિવસ શું મોબાઈલ લઈને સોફામાં પડી રહે છે. હમણાં હમણાંથી સંજના ની તબિયત સારી રહેતી નહોતી...

સંજનાએ કરગરી કહ્યું કે, 'હવે મારી તબિયત સારી રહેતી નથી તો આપનાં ધંધા માટે જ્યારે જરુર હતી ત્યારે મેં મારા પિતાએ આપેલી પાંચ તોલાની બંગડી તમને આપી હતી તો મને હવે બનાવી આપો તો મારી ઈચ્છા પૂરી થાય અને દિલને શકૂન મળે.

પણ રાકેશ તો આ સાંભળીને ભડક્યો અને સંજનાને ગમે એમ બોલવા લાગ્યો. સંજના બોલતી રહી કે "એક વાર તમે મારી આખી વાત તો સાંભળી લો. પછી તમે જે કહેશો એ મને મંજૂર છે.'

પણ વાત સાંભળે એ બીજા એણે સંજનાને બોલવા જ ના દીધી.

અને મોટે મોટે સાદે એણે સંજનાના સ્વર્ગસ્થ પામેલ પિતાજી માટે પણ ગમ્મે એવા શબ્દપ્રહાર કર્યા કે, અત્યારે તારે આ બંગડીઓ પહેરીને ક્યાં બાપને બતાવવા જવાનું છે.'

સંજનાએ કહ્યું કે હવે તો કોઈ તકલીફ નથી તો હું ક્યાં કઈ બીજું માગું છું મારાં પિતાએ આપેલી બંગડીઓ જ પાછી માગું છું અને મારા પછી દિકરાની વહુંને જ કામ આવશે. અને સમજ્યા વગર રાકેશ વધુ ભડક્યો.

'હું ગમ્મે તે કરું, એમાં તારા બાપનું શું જાય છે ? તું કોણ મને કહેનાર ? મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. ભાડમાં જા તું.... નિકળી જા મારાં ઘરમાંથી, આ ઘર મારું છે. આના કરતાં પણ હલકી કોટિના શબ્દો ઉચ્ચાર્યા. બિચારી સંજના હિબકાં ભરતી જ રહી, પણ રાકેશ ચૂપ થયો નહીં અને કટુ વાણીના વિસ્ફોટક બોમ્બ ઝીંકતા જ રહ્યા.

આ ઘટના બાદ સંજના સાવ ભાંગી પડી. એના હોઠ સિવાઈ ગયા. ચહેરા ઉપરથી હાસ્ય અદ્શ્ય થઈ ગયું. અને ચૂપચાપ જિંદગી જીવી રહી. સંજનાએ પોતાના જ પિતાની આપેલી વસ્તુ માટે આવું ઘોર અપમાન થશે એવું કલ્પીયુ પણ નહોતું.

હવે સંજના એની કોઈ પણ ઈચ્છા કહેતી નથી અને આ જિંદગી ભગવાનની ભક્તિ માં ગુજારે છે.


Rate this content
Log in