Kanala Dharmendra

Children Stories Others

3  

Kanala Dharmendra

Children Stories Others

એક અનુત્તર પ્રશ્ન

એક અનુત્તર પ્રશ્ન

1 min
281


આજે તારકની પરીક્ષા હતી. એકદમ માસૂમ તારકે સાવ ભોળાભાવે તેની મમ્મીને પૂછ્યું,"હે મમ્મી, આ પરીક્ષા એટલે શું ?"

"આપણને શીખવવામાં આવ્યું છે એમાંથી આપણને કેટલું આવડ્યું છે એ જોવાની રીત", મીનાએ એકદમ સરળતાથી અને સહજતાથી કહ્યું.

"પણ મમ્મી, જેને બધું આવડતું હોય એની પરીક્ષા લેવાય ?", વળી તારકે એક પ્રશ્ન મૂક્યો.

"બધું તો બેટા કોઈનેય ના આવડતું હોય પણ હા ઘણુંબધું આવડતું હોય એવા ઘણાં હોય પણ એ સામેવાળાને થોડી ખબર હોય. વળી, પરીક્ષા બાદ તે સરસ માર્ક્સ લઈ આવે તો સામે વાળાને તેની શ્રેષ્ઠતાની ખબર પડે અને તેઓ તેની કદર કરી શકે" મીનાએ વાત આગળ ચલાવી.


"જે લોકો એકબીજાને વર્ષોથી ઓળખતા હોય એ કેમ પરીક્ષા લેતા હશે અને એ પણ અઘરી ?" , આ વખતે પ્રશ્ન પેચીદો હતો.

"શેની અને કોની વાત કરે છે. હું કઈ સમજી નહીં. એવું કોણ હોય જે આવું કરે ? ના, બેટા પોતાના તો પ્રેમ કરે પરીક્ષા ના લે."મીનાએ તારકના માથે હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું.

"તો પછી ભગવાન રામે કેમ પરીક્ષા લીધી ?" તારકના આ પ્રશ્ને જાણે મીના સામે કેટલાય બીજા પ્રશ્નો પણ ખડા કરી દીધાં છતાં તે ઝડપથી બોલી,

"બેટા એ તો કથા છે. કોને ખબર એવું કદાચ ન પણ બન્યું હોય અને બન્યું હોય તો આપણે એને સમજવામાં કદાચ કંઈ ભૂલ કરતા હોઈએ."

"તો પછી પપ્પા કેમ તારી પરીક્ષા લે છે ?"

તારકના આ સવાલથી મીના અવાક થઈ ગઈ.


Rate this content
Log in