એક અજબ જોડ
એક અજબ જોડ
એક એવી જોડ જે સારસ પક્ષીની જેમ એકબીજા વગર અધૂરી રહી જાય છે.
આમ જુઓ તો રસોડામાં ઘણું બધું જૂદુ જુદુ મળે છે પણ ચા ખાંડના ડબ્બાઓ ભેગાને ભેગા હોય છે એમજ એક એવી જોડ કપ રકાબી છે જે એકબીજાને અનન્ય પ્રેમ કરે છે. હા ભાઈ હા.. કપ રકાબી !
આ કપ રકાબી એકબીજાની સાથે હોય ત્યારે અવાજ કરતાં હોય છે પણ જો જોડ ખંડિત થાય તો એકબીજા વગર ઓશિયાળા બનીને રહી જાય છે.
એવું જ આપણાં સૌનું જીવન છે.
જો પતિ પત્ની સાથે હોય તો મીઠી નોકઝોક ચાલુ રહે છે પણ જો બેમાંથી કોઈ એક વ્યક્તિ ના હોય તો બીજી વ્યક્તિ તેના વગર અધૂરું રહી જાય છે.
કદાચ મેં સૌથી વધું અદ્વૈત આ જોડીની જોઈ છે અને એનું વજૂદ ક્યાંય જોયું હોય તો આ કપ રકાબીમાં.. આ જૂગલ જોડી પર દરેક ગૃહિણીની છાપ જોવાં મળે મળે ને મળે જ અને ગરીબ હોય કે તવંગર બધાંને કપ રકાબી તો જોઈએ જ.
એકમેકને પૂરક એવાં એકને શોધો એટલે બીજુ મળી જાય એવું એનું સગપણ અખંડ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી એ જોડ સલામત રહે છે.
એકનાં તૂટી ગયા પછી બીજું નોંધારુ બની જાય છે ચા અને જિંદગીમાં બંન્ને એકબીજાને અનુકૂળ આવે એટલે સ્વાદ જ નિરાળો બની જાય છે..
આવા ગળપણ વિના કોઈની સવાર પડતી નથી અને એ વિના કોઈની રાત્રી શરૂ થતી નથી એવી અદભુત કપ રકાબીની માયા છે.
દરેક જગ્યાએ અને ઘરે ઘરે એની જગ્યાઓ જૂદી પણ એક સમાનતા બધે ચા તો કપ રકાબીમાં જ જોઈએ. કોઈ આડંબર વિના બંને સંસારને ચલાવ્યે જાય એવું યુગલત્વ તો આ ચા, કોફીના કપ રકાબી છે જે દરેક પતિ-પત્નીના જીવનને લાગું પડે છે.
