એક આશરો બારીનો
એક આશરો બારીનો
1 min
91
લતા પરણીને આવી ત્યારથી રાજીવ એને ગામડાનું ગોથું કહેતો.
સમયનું ચક્ર એવું ફર્યું કે ધંધો બંધ થઈ જતાં રાજીવ ઘરે બેઠો અને લતાએ નોકરી કરીને છોકરાઓ મોટા કર્યા.. દીકરીને સાસરે વળાવી અને દીકરો પણ વહુ લાવ્યો.. દીકરો વહુ લતાની ખુબ સંભાળ રાખતા એ જોઈને રાજીવ લતાને છોકરાઓ નોકરી જાય ત્યારે ગમેએમ બોલતો.
એકદિવસ મંદિર જવા લતા અને રાજીવ નિકળ્યા અને એક્સિડન્ટ થયો એમાં લતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને રાજીવ ને માથામાં ઈજા થવાથી મગજ ઉપર અસર થઈ ગઈ એટલે હોસ્પિટલમાં સૂતાં સૂતાં શૂન્યવકાશ નજરે બારીની બહાર જ જોઈ રહે..એક આશરો બારીનો જ રહ્યો.
