એ પ્રેમની કબૂલાત
એ પ્રેમની કબૂલાત


એક નાનાં કસબામાં ચંપા ખાટલામાં પડી પડી કણસતી હતી એની આ હાલત જોઈ નાનો દિકરો ભીમો રડતો હતો ત્યાંથી નિકળેલો છત્રપતિ એ અવાજ સાંભળી ને ઊભો રહ્યો અને એણે ઝૂંપડી નજીક જઈ પૂછ્યું શું થયું ?
અંદરથી રડવાનો અવાજ વધારે મોટો થયો એ ઝૂંપડીમાં ગયો અને જોયું તો એક સ્ત્રી કણસતી હતી એણે માથે હાથ મૂકયો તો તાવ થી શરીર ધગધગતું હતું એણે ભીમા ને પૂછ્યું અને માટલામાં થી પાણીમાં મીઠું નાખીને પોતા મૂકવાનાં ચાલુ કર્યા.
એક કલાક પછી ચંપા ને તાવ ઉતર્યો પણ અશક્તિ હતી એટલે એ ઉભી થઈ શકતી નહોતી એટલે છત્રપતિ ચાલતો ગામમાં ગયો પણ અહીં આ આદિવાસી ગામમાં તો ત્રણ ચાર ખેતર પછી એક ઝૂંપડી હોય એણે એક ઘરે જઈને માંગણી કરી રોટલાની અને એ દયાળુ વ્યક્તિએ આપ્યો રોટલો અને ડુંગળી લઈને ચંપાની ઝૂંપડીમાં આવ્યો અને અડધો રોટલો ભીમાને અને અડધો ચંપાને ખાવા આપ્યો અને પછી પાછો વનમાં ગયો અને થોડાક ઈંધણ અને ફળો લઈને આવ્યો અને ચંપાને આપ્યાં અને એ એનાં મિત્રને ગામમાં જઈ મળ્યો અને પાછો પોતાના ગામ જવા વનમાં થઈ ચાલતો ગયો.
આ બે ગામ વચ્ચે એક વન આવતું એ પસાર થાય પછી જ બીજા ગામમાં જવાતું.
છત્રપતિ ઉર્ફ છત્રો એ ચંપા ને ભૂલી શકયો નહીં આખી રાત પડખાં ફેરવતો રહ્યો અને વહેલી સવારે એ પાછો ચંપાને ગામ ફળફળાદી લઈને પહોંચ્યો.
આજે ચંપાને સારું હતું એણે છત્રાનો આભાર માન્યો.
છત્રાએ પૂછ્યું આ નાં પિતા ક્યાં છે ?
ચંપા એ તો આ ભીમો પેટમાં હતો ત્યારે જ મને એકલી મૂકીને જતો રહ્યો છે.
આમ રોજ વન ( જંગલ ) પસાર કરીને છત્રો ચંપાને મળતો અને રોજ કંઈ ને કંઈ લઈ જતો.
છત્રા એ ચંપા પાસે પોતાના પ્રેમની કબૂલાત કરી.
ચંપા એ શર્ત મૂકી કે બન્ને ગામ વચ્ચે જે જંગલ છે એમાં રસ્તો બનાવી દે તો તારી સાથે લગ્ન કરું.
અને છત્રા એ શર્ત સ્વીકારી અને જંગલ માં ઝાડ ને કાપીને એક રસ્તો બનાવ્યો અને ચંપાને ખુબ ખુશી થઈ અને બન્ને ગામોમાં આ રસ્તા થી આવનજાવન માટે સવલત થઈ..
છત્રાએ ચંપા સાથે લગ્ન કર્યા અને ભીમા ને લઈને પોતાના ગામ આવ્યો.