Bhavna Bhatt

Children Stories Comedy

3  

Bhavna Bhatt

Children Stories Comedy

એ જૂનાં દિવસો

એ જૂનાં દિવસો

1 min
194


એ દિવસોની વાત છે જ્યારે હું દશ અગિયાર વર્ષની હોઈશ. આશરે ચાલીસ વર્ષ પહેલાંની વાત છે.

એ દિવાળીનાં તહેવારો હતાં મારાં દાદા ( ઓચ્છવલાલ ) એમણે અમને સૌને કહ્યું ચાલો બાળકો આજે તમને હું દારૂખાનું અપાવું એમાંય ટેફો બધાંયને અલગ-અલગ આખાં પેકેટ લઈ આપું અમે બધાંજ ભાઈ બહેન ખુબ ખુશ થઈ ગયા અને ગામડી ગામથી આણંદ દાદાજી સાથે કૂદતાં, દોડતાં પહોંચ્યા દૂકાને.

દાદાજી એ દુકાનવાળા જોડેથી તારામંડળ, કોઠી, ફૂલજરી અપાવી એટલે મેં કહ્યું દાદા પેલું ટેફો અપાવોને એટલે દાદા દુકાનવાળા ભાઈને કહ્યું ભાઈ આ બધાંજ છોકરાઓ ને ટેફોનાં બે-બે પેકેટ આપી દે..

દુકાનદાર શું દાદાજી ?

દાદા ટેફો આપો ટેફો..

દુકાનદાર પણ શું ટેફો ?

દાદાજી લાકડીથી ટીકીડીનાં પેકેટ બતાવ્યું..

આ જોઈને અમે તો એકબીજાનાં મોં જોવા લાગ્યા..

દુકાનદાર દાદાજી આને ટીકડી કહેવાય.

દાદા:- હાળા મૂર્ખા દુકાન લઈને બેઠો છે અને આને ટેફો કહેવાય એ પણ ખબર નથી...આજેય યાદ કરીને હસું આવે છે.


Rate this content
Log in