Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ ગામનો રસ્તો

એ ગામનો રસ્તો

2 mins
220


એ નાનપણથી જ તોફાની હતી. આણંદ ભણવા જતા ત્યારથી ગામડી ગામમાંથી રસ્તો હતો જેની આજુબાજુ ઝાડ અને લીલી વનરાજી લેહરાતી હતી.. અંજલિને એ રસ્તો બહુંજ ગમતો..

એ રસ્તામાં ચાલવું એને ખૂબ ગમતું. અંજલિ પોતાનાં જ પગલાં સાથે મનોમન સંવાદ કરતી. અને રંગબેરંગી પતંગિયાને પકડી લેતી અને સાથે એક ડબ્બી રાખતી એમાં બારમાસીનું ફૂલ હોય એનાં ભેગું પતંગિયું મૂકીને દફતરમાં છૂપાવીને એ સ્કૂલમાં લઈ જતી.

અને રીસેસમાં એ ડબ્બીને બહાર કાઢી અને સ્કૂલના કંપાઉન્ડનાં ફૂલછોડ ઉપર એ પંતગિયાને સાચવીને મૂકી દેતી.

અને ત્યાં ઊડતા બીજા પંતગિયાને ડબ્બીમાં ભરી દેતી અને ફરીથી એને દફતરમાં સંતાડી દેતી..

અને વળતાં એ ગામનાં રસ્તામાં લહેરાતી વનરાજી ઉપર એ પંતગિયાને મૂકીને ઘરે જતી.

 આ એનો રોજિંદો ક્રમ હતો..

અચાનક એને એ બધી વાતો યાદ આવી અને એની અંદર ભીનાશ મહેસૂસ કરી રહી અને બાળપણ કાયમ રહે એવું ઈચ્છી રહી.

એ ગામનો રસ્તો યાદ કરીને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી થયું કાશ અત્યારે જ ઊડીને ગામડી પહોંચી જાય અને પછી એ રસ્તે ચાલવાનો આનંદ માણે.

એ ગામનાં રસ્તા ઉપર ફરી ચાલવા લાગી માંડેલા હૈયાંનાં ઓરતાં પણ સમયના વહેણને લીધે કોણ જાણે કેમ ખાલીપો અનુભવાતાં હતાં.

અંજલિ વિચારોમાં ઊભી થઈ અને સોસાયટીના કંપાઉન્ડમાં ચાલવા લાગી પણ એ ગામનાં રસ્તા જેવો આનંદ નહોતો પણ મક્કમ થઈ પગલાં માંડવા લાગી. 

એ ગામનો રસ્તો અને યાદો જાણે ભાવનાઓ બનીને આંખમાંથી વહેવા લાગી હોય એવી અનુભૂતિ થતી હતી.

એની નજર ચારેકોર એ રસ્તાને શોધી રહી.

અંજલિ એ પંતગિયાને પણ યાદ કરીને દિલથી માફી માંગી રહી અને જ્યારે ગળામાં ડૂમો બાઝી ગયો એટલે અંતરસ ગઈ છે એમ કરીને ઉધરસ ખાતી રડી પડી.


Rate this content
Log in