Bhavna Bhatt

Others

3.5  

Bhavna Bhatt

Others

એ ગામની યાદ

એ ગામની યાદ

1 min
139


એ ગામની યાદમાં અરજણ દાદા ખાટલામાં સૂતાં સૂતાં ઉંહકારા કરતાં હતાં દીકરાની વહુ દામીની એ પૂછ્યું શું તકલીફ થાય છે બાપા..

દાદા આંખનાં આંસુ લૂછતાં મારે અહીં શહેરમાં નથી રહેવું.. ગામડે જવું છે.

દામીની ચિડાઈ ને મોટેથી બૂમ પાડી નથી જવાનું ગામડે..

ગામડે શું દાટ્યું છે પછી ગામવાળા તમારાં છોકરા અને અમારી વાતો કરે છે કે છોકરો વહુ શહેરમાં જલસા કરે છે અને આ ડોસા, ડોસીને અહીં ગામડે નાંખી રાખ્યાં છે. શું અમે તમને ભાવતું ખાવા નથી આપતાં, શું અમે તમને તકલીફ દઈએ છે તે તમારે ગામડે જવું છે આ પણ તમારું જ ઘર છે.

દાદા ચૂપચાપ આંખો મીંચીને રડવા લાગ્યા..

તકલીફ કશી નથી પણ શહેરમાં કેદ થઈને જીવવું નથી ગમતું એજ તકલીફ છે અમને ગામડે ખુલ્લી હવામાં જ ફાવે.

દામીની તમારાં હાથ-પગ ચાલે છે બાપા પણ બા પથારીવશ થઈ ગયાં છે હવે તમને ફાવે કે નાં ફાવે તમારે અહીં જ રહેવું પડશે.

દાદા ગામને યાદ કરીને પોક મૂકીને રડી પડ્યા.


Rate this content
Log in