Kalpesh Patel

Children Stories Inspirational

5.0  

Kalpesh Patel

Children Stories Inspirational

દૂરંદેશી હકીમ

દૂરંદેશી હકીમ

6 mins
2.7K


કંઈ કેટલીય કુદરતી આફતોને ખાળી યમુના નદીના તટે વસેલ એક ગામમાં એક એવો રિવાજ હતો કે આ ગામમાં ત્રણ વર્ષે પ્રજાજનોમાં વૈદિક ભણતા હકીમોમાંથી કોઈ એકની શાહી હકીમના પદ ઉપર નિમણૂક થાય.અને ત્રણ વરસ પુરા થાય, અને નવો હકીમ નિમાય એટલે જુના હકીમને ગામની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાંના જંગલી જાનવરો આ હકીમનો શિકાર કરી અને એનું જીવન સમાપ્ત કરી નાખતા ! આમ જંગલમાં છૂટા મુકાયેલા હકીમોમાંથી જંગલી જનાવર કરડવાથી ઓછા પરંતુ જંગલના ભયને કારણે મોટાભાગના હકીમો મરતા !

પ્રજા માંવૈદિક અભ્યાસુઓમાંથી શાહી હકીમની નિમણૂક રાજાનો વફાદાર એક કૂતરો કરતો. એના મોમાં એક સોના મહોર ભરેલી પોટલી લટકાવવામાં આવતી. ગામ વચ્ચેથી રાજાની સવારી સાથે આ કૂતરો નીકળે અને જેના પગમાં સોના મહોર ભરેલી પોટલી નાંખે એ રાજાનો શાહી હકીમ ! ત્રણ વર્ષ સુધી એ હકીમ રાજાનો પણ રાજા હોય તેવો વૈભવ ભોગવતો રહેતો ! અપાર જાહોજલાલી અને એશો આરામની જિંદગી. પણ ત્રણ વર્ષ પછી હકીમની હાલત જોવા જેવી હોય ! ત્રણ વરસની સાહબી પછી આવતો દુ:ખનો દિવસ તે વખતે યાદ આવે અને મોતના ભયથી પરેશાન થાય. આમ નવો હકીમ નિમાય એટલે એ જુના હકીમને દોરડે બાંધવો પડતો, અને તેને ગામની નદીને પેલે પાર રાજાના માણસો જંગલમાં મુકવા જાય. જુનો હકીમ ખૂબ કરગરે, જિંદગીની ભીખ માંગે પણ રાજા બહેરો બની કઈ ન સાંભળે !ગામના હકીમોને અપાર ધન મળતું હોવાથી, ભલે પોતે ખુવાર થાય પણ કુટુંબ આબાદ બની જાહોજલાલી ભોગવતું રહેતું, આમ ચૂપચાપ આ ઘટના અવિરત ચાલુ રહેલી.

હવે વાત એમ બની હતી કે રાજાને અને તેના મહેલમાં રહેનારાઓને અચાનક નવો રોગ લાગુ પડ્યો અને બધાની ઊંઘ ઊડી ગઈ, દિવસો અને અઠવાડિયાઓ વીતે, પણ ઊંઘ ના આવે, આમ તેની અસર તેઓના શરીર ઉપર પડતાં કમજોરી આવવા લાગી. અંતે થાકીને તેઓ શાહી હકીમ પાસે ગયા. શાહી હકીમે નાડી પકડી નિદાન કર્યું,અને મહેલના દર્દીઓને દવા આપી. શાહી હકીમે આપેલી દવાની કોઈ અસર નહતી થતી, લોકોની મુસીબતનો પાર નહતો અને બીજો કોઈ ઈલાજ તેઓ પાસે હાથવગો નહતો. હકીકતમાં, શાહી હકીમ સિંહના પાંજરે બાંધેલી બકરી માફક ફફડીને ભયમાં જીવતો હતો, વરસ પછી આવનાર મોતના ભયે તેણે ભણેલું બધુ ભૂલાઈ ગયું હોય તેમ યાદ નહતું આવતું. હવે તેની પાસે પહેલા જેવી દવા સાથે દુઆ અને હૈયાધારણ નહતી. આ જાણી રાજા ગુસ્સે થયો અને, નવા શાહી હકીમની નિમણૂકની ગામમાં દાંડી પીટાવી આવતીકાલની શાહી સવારી વખતે તેમનો કૂતરો નવા હકીમની પસંદગી કરશે.

આ ગામમાં એક બુધ્ધિધન નામનો હકીમ પણ રહેતો હતો. જેવા નામ એવા ગુણ, તેના કુટુંબમાં, તેની પત્ની ત્રણ દીકરા અને એક દીકરી હતી. તેની પત્ની અને દીકરા-દીકરી પણ ગામના દર્દીનો ઉપચાર કરતાં રહેતા. તેઓ ઉર્જાવાન- ઉત્તસાહી અને સકારાત્મક વિચાર સરણી ધરાવતા હતા તેમજ ગમેતેવી મુસીબતમાં ધીરજ અને ધૈર્ય રાખવી એ તેઓનો આગવો ગુણ હતો. બીજી બાજુ બુધ્ધિધન વરસોથી ચાલી આવતી આવી બેહૂદી શાહી હકીમની નિમણૂકની રીતથી પરેશાન હતો અને રાજાને પાઠ ભણાવી આ ક્રૂર પ્રથા દૂર કરાવવા માંગતો હતો. આમ આવતે વરસે આવનાર મોકો હવે અત્યારે હાથ વગો હતો. તે તાબડતોબ ગામના મોચી પાસે ગયો અને તાજા મરેલા ઢોરના જૂતાં બનાવડાવ્યા. બીજે દિવસે સવારે તે જૂતાં પહેરી, શાહી સવારીમાં હાજરી આપવા ગયો.

રાજાની સવારી અને તેનો કૂતરો સોનામહોરની પોટલી લઈને આવ્યો, પ્રાણી સહજ, તે બુદ્ધિધને પહેરેલા તાઝા ચામડાની બદબૂથી તેના તરફ ગયો અને જૂતાં ચાટવા જતાં સોના મહોરની પોટલી બુધ્ધિધનના ચરણમાં પડી અને તે શાહી હકીમ તરીકે સહેલાઈથી નિમાઈ ગયો. અને મહેલમાં પહોચી દર્દીઓની નાડી પકડી, અને હસીને બોલ્યો હે રાજા, આ તો સામાન્ય રોગ છે કહી દવા આપી અને બધા સાજા થવા લાગ્યા. અને મહેલમાં તેના માનપાન વધી ગયા.

સમય વીતે બુધ્ધિધન હકીમની પણ ત્રણ વર્ષની ટર્મ પૂરી થઈ અને નવો હકીમ નિયુક્ત થતાં જ જૂના હકીમ બુધ્ધિધનને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા ત્યારે બુધ્ધિધન હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે હસતો રમતો આવું છું, ચાલો !’ સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો હકીમ છે જે આમ બોલે છે. અત્યાર સુધીના હકીમોતો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારેબાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય ! હકીમ ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો હકીમ પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે ! અત્યાર સુધી ગામ લોકોએ વિદાય વખતે હકીમને રોતો કકળતો અને કરગરતો જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ બુધ્ધિધન હકીમ તો લોકોનું અભિવાદન ઝીલતો હતો !

નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના હકીમોને તો દોરડે બાંધેલા હતા અને તેઓ રાડો પાડીને ‘બચાવો ! બચાવો ! ની બૂમ પાડતા હતા ! જયારે આ હકીમતો ગીત ગાતો હતો ! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, બુધ્ધિધન, તું પહેલો હકીમ છે કે આમ હસતા હસતા વિદાય લઈ રહ્યો છો ! તને મોતનો ડર નથી લાગતો ? તારામાં કાંઈક રહસ્ય તો છે જ !’ બુધ્ધિધને કહ્યું; ‘તારી વાત સાચી છે ! તેં મને સાચો ઓળખ્યો ! ચાલ, તને પૂરી વાત કહું’:

મહેલમાં ફાટી નીકળેલ રોગનું નિદાન અને દવા બાબતે જૂનો હકીમ સોળ આની સાચો હતો, તેણે જે દવાની પડીકીઓ બનાવેલી હતી તે અનિન્દ્રાના રોગની યોગ્ય દવા હતી. મે કોઈ બીજી નહીં પણ, આ પડીકીઓ ને જ “મે તમારા માટે ખાસ વિચારીને ઓસડિયા વાટી દવા બનાવેલ છે તેવું કીધેલું” અને દર્દીઓને આપેલી. આમ પડીકીઓતો જૂના હકીમનીજ હતી, જે મે સૌ દર્દીઓને આપેલી હતી. હા ફરક એટલો હતો કે તે દવાની પડીકી સાથે “મે તેઓને સારા થવાની આશા અને કામના,અને જે વીતે છે તે ભૂલી, સૌ સારા વાના થવાના છે, તેવી હૈયા ધારણ પણ આપેલી હતી”. અને બધા દર્દીઓ ઉપર મારી દવા કામ કરી ગઈ. તે દિવસથી થયેલો મારો જયજયકાર પૂરા ત્રણ વરસ ગુંજતો રહ્યો.

પરંતુ ભૂતકાળ એક ઝેરીલો સાપ છે, એ જ્યાં સુધી કુંડલી મારીને સૂતો હોય ત્યાં સુધીકોઈ વાંધો નથી હોતો. પરંતુ જ્યારે એને ભૂલથી પણ છેંછડવામાં આવે તો જીવવું દુષ્કર બનાવતો હોય છે, જ્યારે ભૂતકાળની કરેલી ભૂલોનું સ્મરણ એટલુજ લાભદાયક બનતું હોય છે. આ વાત હું અને મારા કુટુંબના સૌ સારી રીતે જાણતા હતા, એટલે જૂના હકીમોની વિદાય વખતની પીડા સતત મારી અને મારા ઘરવાળાના હૈયે જીવંત હતી. આ સૃષ્ટિ આખી ખેતર સમાન છે, એક આપો અને હજાર પાછા વાળે છે, જેમ કે “ખેતરની જમીનમાં રોપેલું બીજ.”

જે દિવસે હું શાહી હકીમ બન્યો ત્યારથી જ હું જાણી ગએલો કે ત્રણ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો આવવાનો જ છે ! એટલે મને વિચાર આવ્યો કે હું ત્રણ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને શું કામ ના રહું? એટલે શાહી હકીમ બનીને મેં તરત જ મારા દીકરા દીકરીઓને સૂચના આપી મજૂરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો ! મારી પાસે બેસુમાર પૈસા હતા,અને મારા માથે રાજાના ચાર હાથ હતા. ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે મારા મોટા દીકરાએ ત્યાં પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા તેમાં મારા દીકરા-દીકરી બાળકોને ભણાવતા હતા. તેમજ રાજાના કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. અને ત્રીજા વર્ષે સારા પ્રમાણિક વેપારીઓને તેમજ અન્ય વ્યવસાયકો જેવાકે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપી વસાવ્યા. આજે ત્રણ વર્ષ પૂરા થયા. જો ભાઈ, ધ્યાનથી સાંભળ...સામે કિનારેથી તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે ? એ મારા સ્વાગત માટે છે મારી પત્ની નવા ગામના પ્રજાજનો સાથે રાહ જુએ છે. મને શાહી હકીમ તરીકે અહીં તો ફક્ત ત્રણ વર્ષ જ મોજ કરવા મળી, પણ ત્યાં તો હું અને મારૂ કુટુંબ હવે આખી જિંદગી રાજા જેવી મોજ અને સત્તા ભોગવવાનો છું ! આ છે મારી મુસ્કાનનું રહસ્ય !’

‘દોસ્ત, બીજા હકીમો કે તેમના પરિવારજનો રીત રસમ ને દોષ આપી કોઈજ દૂરંદેશી દાખવ્યા વગર રાજાના પૈસે ફક્ત ભોગ વિલાસમાં રિક્ત રહી મોજ કરતાં રહ્યા ! પણ હું અને મારા પરિવારજનો બરાબર જાણતા હતા, આ વિલાસના વર્ષો ત્રણજ છે. આ દરમ્યાન દરેક કિંમતી દિવસ દરમ્યાન ભવિષ્યનું અને આવનારી સમસ્યાનું પ્લાનિંગ કરી લઈશું તો અમે અને અમારી આવનાર પેઢી આખી જિંદગી રાજા બનીને જીવી શકશે ! આ ત્રણ વરસ દરમ્યાન દૂરંદેશી નેવે મૂકી રીતરસમ ને દોષ આપી બેસી રહીશું તો બીજા હકીમોની માફક કાકલુદી કરવાનો વારો આવે અને આવેજ !’

કહેવાની જરૂર નથી કે ત્રણ વરસે નવા હકીમની પ્રથા હવે બંધ થઈ ચૂકી હતી, અને બુધ્ધિધન તેના સકારાત્મક વિચારસરણી વિચારને વળેલા કુટુંબીજનોના સાથથી હવે આજીવન શાહી હકીમ હતો.….

“બગાડો છો શું ?

ભવિષ્યને સૌ,

ભૂતકાળના ડરે”


Rate this content
Log in