Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

દશેરા

દશેરા

1 min
34


આજે છે દશેરા એટલે વિજયા દશમી. વિજય ને વરવાની તિથિ ! વિજય મેળવવાનો મોંઘો દિવસ! 

નવરાત્રી ના દિવસો દરમિયાન કરેલી ઉપાસનાનું આ ફળ છે અને તે વિજય ! શેના પર વિજય? તો આપણી જાત પર કામ, ક્રોધ, લોભ પરનો વિજય ! આપણા અવગુણો ઉપર વિજય... આપણી અંદર રહેલા દુર્ગુણરૂપી રાવણનો વધ કરીને માતાજી ને આહુતિ આપીએ એ જ સાચી વિજયા દશમી ઉર્ફે દશેરા છે.

બીજુ બધુ હારી જઈશું તો ચાલશે પણ પોતાની જાતને જીતી લ્યો, જાત સાથે ઝઝુમવાનું છે અને જાત સામે જ જીતવાનું છે. કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે અને આજે માતાજીની શક્તિથી વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના નવપદની ભક્તિના તીર વડે વીંધી નાંખીયે અને આત્મામાં રામરાજ્ય સ્થાપીએ એ જ સાચી વિજયા દશમી.

આપણા જ ગુણ - અવગુણો આપણાથી વધારે કોઈ જાણતુ નથી. દુનિયામાં તો ચહેરો પહેરીને જ ફરીયે છીએ. માટે જ પોતાની જાત પર વિજય મેળવો એ જ વિજયા દશમી.


Rate this content
Log in