દ્રષ્ટિકોણ (ઝેન કથા)
દ્રષ્ટિકોણ (ઝેન કથા)
એક ગામના લોકો રાક્ષસથી ખૂબ પરેશાન થઇ ગયા હતા. એ મહાકાય રાક્ષસ વારંવાર ગામમાં આવી આતંક મચાવતો. એકવાર એ ગામમાં એક સાધુ આવ્યો ત્યારે સહુ ગામવાળાઓએ તેમણે રાક્ષસના ઉપદ્રવ વિષે જણાવ્યું. તેમની તકલીફ સાધુએ કહ્યું, “તમે એ રાક્ષસનો હિંમતપૂર્વક સામનો કેમ કરતા નથી?"
ગામવાળા ગભરાઈને બોલ્યા, "અમે તે રાક્ષસનો કેવી રીતે સામનો કરી શકીએ! તે રાક્ષસના મહાકાય શરીરને કારણે અમને તેના પર વાર કરતા ખૂબ બીક લાગે છે.”
સાધુ મુસ્કુરાઈને બોલ્યા, "અરે! એમાં ડરવાનું શું? એ રાક્ષસનું મહાકાય શરીર હોવાને કારણે જ તમે તેના પર અચૂક વાર કરી શકો છો! રાક્ષસનું મહાકાય હોવું એ તેના માટે નહીં પરંતુ તમારા માટે ફાયદાકારક છે."
સાધુની વાત સાંભળી ગામવાળાઓમાં હિંમત આવી. બીજા દિવસે જ્યારે એ રાક્ષસ ગામમાં આવ્યો ત્યારે સહુ ગામવાળાઓએ હિંમતભેર તેનો સામનો કર્યો અને પથ્થર મારી મારી તેને ગામની બહાર તગેડી મુક્યો.
(સમાપ્ત)