દોસ્તી
દોસ્તી
મારું નામ રમેશ છે. મારા મિત્રો સુરેશ અને મહેશ મારી સાથે મારા જ વર્ગમાં ભણતાં હતાં. હું અમારી શાળા અને કોલેજના દિવસો દરમ્યાનની વાતો લખવા જઈ રહ્યો છું.
અમારી શાળામાં અગિયાર અને બાર ધોરણ, ખૂબ જ ધમાલ મસ્તીમાં ગયા. અમે સૌ જીવનની કારકિર્દીની ચિંતા કરતાં હતાં, સાથે ઉંમરનો ઉત્સાહ, કંઈક કરી છુટવાની ભાવના તથા નીડર સ્વભાવ પણ હતો જ. આ બધા ગુણો સકારાત્મક ઊર્જા અને વિકાસના કામોમાં વપરાય તો જ કામનું.
મારો મિત્ર સુરેશ વગર મહેનતે પાસ થવા માટે તાંત્રિક વિદ્યા શીખવામાં સમય બગાડવા લાગ્યો. મહેશ પણ સાહેબોને મીઠી વાતોમાં રોકી રાખતો હતો. મારું ધ્યાન સાહેબોની ચાપલુસી અને તાંત્રિક વિધિ કરતાં ભણવામાં વધારે હતું. મેં બંનેને સમજાવવામાં કોઈ કચાશ બાકી રાખી ન હતી. આમ કરતાં કરતાં અમે બધાં કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયા. હું એ બંને કરતાં અભ્યાસમાં નબળો હતો, પણ હું વધારે ને વધારે મહેનત કરવા લાગ્યો હતો, અને એ બંને ભુવા તાંત્રિકમાં અને ચાપલુસીમાં ખુંચતા ગયા હતાં.
છેલ્લે છેલ્લે એ બંનેને સમજાઈ ગયું કે સીધા રસ્તે મહેનત કરીએ તો જ સફળતા મળે છે. અમારી છેલ્લા વર્ષની પરીક્ષાને વીસ દિવસ બાકી હતાં. હવે શું થાય ? સુરેશ અને મહેશ પરીક્ષામાં ચોરીના આરોપમાં પકડાયા. બંને વધારે બગડતા ગયા. બંનેએ વશીભૂતની વિદ્યા શીખી લીધી. બંનેએ સૌ પ્રથમ છોકરીઓને ફસાવી. બંને શરુઆતમાં સફળ રહ્યા. સુરેશ રાક્ષસવૃતિથી પ્રેરાઈને અવળાં કામ કરવા લાગ્યો.
મહેશનું મગજ ભમે છે કે સુરેશ કરે છે, એ કામ સાચું કે હું જે કામ કરું, એ કામ ? હું એક સફળ પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરની પદવી શોભાવું છું. હું આજે પણ એ બંનેને આવી હાલતમાં જોઈ શકતો નથી. હું ઘણીવાર બંનેને સમજાવું છું, જયારે સમજે ત્યારે જ સોનાનો સૂરજ સુખનો બનીને આવશે ખરું ને ?
