STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

દિવાલને પણ કાન હોય છે

દિવાલને પણ કાન હોય છે

1 min
81

આ કહેવત છે કે દીવાલોને પણ કાન હોય છે. પણ હકીકતમાં જો દીવાલોને પણ કાન હોય તો એ બોલી ઉઠે અને જો એ બોલે તો કેટ કેટલા બધાં ઘરને સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાઈ જાય. પણ આજકાલ તો એવી કહેવત હોવી જોઈએ કે દીવાલો બેહરી બની ગઈ છે. કારણકે ઘરમાં થતાં ઘણાં બધાં અત્યાચાર દીવાલ ચૂપચાપ જોઈ રહે છે.

આજના સમયમાં તો ઘણું બધું સત્ય પણ જુઠ્ઠાં સામે હારી જાય છે તો બિચારી દિવાલ શું કરી શકે એટલે એ મૂંગા મોઢે બધું જોઈ રહે છે. ભીંતો સાંભળે છે પણ એ બધું જ શંકર દાદાની જેમ ગળામાં ધારણ કરી દે છે જો ભૂલથી પણ બહાર આવી જાય તો, ઘણાં બધાં કાવાદાવા પણ બહાર આવી જાય એવું હોય છે.

દીવાલોને પણ કાન હોય છે પણ એની પાસે જીભ નથી એ જ માનવજાત માટે આશિર્વાદ સમાન છે.


Rate this content
Log in