STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

દીકરી સમાન વહુ

દીકરી સમાન વહુ

1 min
14.7K


આજે પહેલી તારીખ. વહુએ બનાવેલ ક્રમાનુસાર દર મહિનાની જેમ આજે પણ એમનો 'ડેટ'નો દિવસ. ઘરડી ઉંમરે તૈયાર થવું પણ જાણે પહાડ ચઢવું!

"બા નવનીત આવી ગયો."

વહુનો અવાજ સાંભળતા એ બહાર આવ્યાં.

"અરે આજે તો રાણી જેવા લાગો!"

કહેતા હાથ પકડી વહુએ એમને ગાડીમાં બેસાડ્યા અને મા પોતાના દીકરા જોડે 'ડેટ' પર નીકળી ગઈ. લગ્ન પછી પતિપત્નીને એકાંત આપવા ઘણી ડેટ ગોઠવાય હશે. પણ માં દીકરા ને પણ એકાંત આપનારી આવી ડેટ તો કોઈ દીકરી સમાન વહુ ગોઠવી શકે!


Rate this content
Log in