ધર્મભ્રષ્ટ
ધર્મભ્રષ્ટ
1 min
14.4K
ચોવીસ કલાકથી પૂરમાં સપડાયેલું શહેર એકીટશે આકાશને નિહાળી રહ્યું હતું. હેલીકૉપટરની પાંખોના પ્રચંડ ધ્વનિથી દરેક પ્યાસી આંખો ચમકી ઉઠી. છત પર આવી પડેલ પાણીની કોથળી ઉતાવળે થામી એકજ શ્વાસે એ સ્ત્રી બધુજ પાણી ગટગટાવી ગઈ. જીવમાં જીવ આવ્યો. પોતાની રૂઢિચુસ્ત માન્યતા તો એ ભૂલીજ ગઈ. પરધર્મી હાથોનું પાણી તો ધર્મભ્રષ્ટ કરે ! આકાશમાંથી પાણીની કોથળી ઉડાવી રહેલા પરધર્મી હાથો પાસે પોતાના ધર્મની ચોખવટ કરવાનો સમય ન હતો કેમકે એ હાથો માનધર્મ બજાવવામાં ખુબજ વ્યસ્ત હતા.
