દેખાડો
દેખાડો
1 min
203
અંબા માતનાં મંદિરે મોટા પાયે જમણવાર ચાલુ હતો. એક બાજુ હવન થતો હતો. ગામનાં લોકો જમવા આવતાં હતાં જેમને છોકરી હોય એને જનક ભાઈ પગે લાગીને કપાળમાં તિલક કરે અને ભેટસોગાદ આપે.
રમણભાઈએ મહેશભાઈને પૂછ્યું, "આ સિલ્કની ધોતી ને ઝભ્ભો પહેરીને આ છોકરીઓને ભેટસોગાદ આપે છે એ કોણ છે ?"
મહેશભાઈ, "અરે નાં ઓળખ્યો એ આપણા ગામનો ઉતાર..શહેરમાં કંઈક સોપારીનાં કામ કરે છે."
