STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ડેટ

ડેટ

1 min
13.7K


આજે પહેલી તારીખ. વહુએ બનાવેલ ક્રમાનુસાર દર મહિનાની જેમ આજે પણ એમનો 'ડેટ'નો દિવસ. ઘરડી ઉંમરે તૈયાર થવું પણ જાણે પહાડ ચઢવું!" બા નવનીત આવી ગયો.." વહુનો અવાજ સાંભળતા એ બહાર આવ્યાં.

"અરે આજે તો રાણી જેવા લાગો..!" કહેતાં હાથ પકડી વહુએ એમને ગાડીમાં બેસાડ્યા. અને મા પોતાના દીકરા જોડે 'ડેટ' પર નીકળી ગઈ. લગ્ન પછી પતિપત્નીને એકાંત આપવા ઘણી ડેટ ગોઠવાય હશે. પણ મા-દીકરાને પણ એકાંત આપનારી આવી ડેટ તો કોઈ દીકરી સમાન વહૂજ ગોઠવી શકે!


Rate this content
Log in