દાદા
દાદા
એક દિવસ એક ઘરડો વ્યક્તિ પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. એના પરિવારથી ઘેરાયલા એણે કઈંક એવું કહ્યું કે, "અંતિમ શ્વાસ લઇ રહેલા દાદા I.C.Uમાં છે. ડૉ.પણ જાણે છે હવે દાદા વધારે જીવવાના નથી, એટલે ડૉક્ટરસાહેબે દાદાને પુછ્યું ! તમારી કોઈ ઇચ્છા હોય તો કહો; તો દાદા બોલ્યા; પહેલા મારા દિકરાના બે દિકરાને બોલાવો. મોટો દિકરો બહાર બેઠો હોવાથી; ડૉ.નર્સ સાથે સમાચાર મોકલાવ્યો.
દાદા માટે ! ડૉ. હવે મિત્ર બની ગયા હતા. કેમકે, સોથી તેમની પાસે દવાઓ અને બે ત્રણ નાના મોટા ઓપરેશન તેમની પાસે જ કરાવ્યા હતા. ડૉ.નો હાથ પકડીને ઇશારાથી બીડી પીવાનો ઇશારો કર્યો. ડૉ.ના આંખમાં પણ આછા આંસુ સાથે મલકાટ આવી ગયો ડૉ. એમના હાથે બીડી સળગાવી આપી. એટલામાં મોટો છોકરો અંદર આવે છે. થોડી વાર તેમનો નાનો દિકરો પણ આવી જાય છે. કોઈ અંદર ના આવે એવું ડૉક્ટરને દાદાએ લથરાતા અવાજમાં કહ્યું.
વધારે તેઓ બોલી શકતા ન હતા શ્વાસ ચડતા તેમને બંને દિકરાના નો હાથ પકડીને પોતાની બધી જીમેદારી સોપી. અને ઘર જમીન બધા પર તો ચાર દિવસ પહેલાજ અંગુઠા લગાવી આપી દ
ીધી હતા. દિકરાની એક દિકરીને પણ તેના ભાગનું આપી દીધું હતું. દાદાના પુત્રનું અકસ્માતથી મૃત્યુ પામ્યા ત્યારથી છોકરાઓને મોટા કરીને દીકરી અને મોટા દિકરાને પરણાવ્યો હતો. દાદા પરિવારના સૌથી મોટા અને તેમના ત્રણ ભાઈ અને પાંચ બહેનો સાથે આખી જીંદગી કોર્ટ કચેરીનાં ધક્કા ખાધા અને ન્યાય માટે કેટલાય જમીન ટુકડા જવા દીધા.
શાંતિ અને કુટુંબના સથવારા માટે તેમને આખી જીંદગી આમ જ સુખ, સંપ અને શાંતિ બનાવવામાં કાઢી. એટલે આજે પણ દાદા એમને વીતાવેલા દુઃખના દિવસો છોકરાઓનેના જોવા પડે તેથી બંને ભાઈઓને સલાહ આપે છે સંપીને રહેજો. ભલે અલગ થાવ પણ કયારેય એકબીજાનો સાથ ન છોડતાં સંબંધ માટે થોડું જતું કરજો. અને હા ! અન્યાય કયારેય સહન ન કરતાં અને બહેનનું હર હાલમાં ધ્યાન રાખજો. અને ખાસ તારી મમ્મીને કયારેય ખસ ના કહેતા અને તેના ભાગલા ના પાડતા એને સાચવજો. આખી જિંદગી દુઃખ અને પોતાના પતિ વગર કાઢી છે. તમે તેને હાથમાં રાખજો.
અટકતા અટકતા પોતાની વાત કરી અને છેલ્લી વાત પુરી કરી. છોકરાના છોકરાઓને હાથે ગંગા જળ પીને સ્વર્ગ લોક પામ્યા.