STORYMIRROR

Kalpesh Patel

Children Stories Drama Classics

4  

Kalpesh Patel

Children Stories Drama Classics

ચુ લી અને ચાર યુયેન

ચુ લી અને ચાર યુયેન

4 mins
6

ચુ લી અને ચાર યુયેન

ચીનના દક્ષિણ દરિયાકાંઠે એક વિશાળ શહેર છે સેન્ઝેન.આજે ભલે અહીં
ઉંચી ઉંચી કાચની ઇમારતો દિવસના સૂર્યપ્રકાશમાં ચમકે છે. પણ સમયે અહીં રાત્રે દીવડાંના પ્રકાશમાં લોકો ઝુંપડીઓમા રહેતા.

લોકો ગરીબ, પણ સંસ્કારી. અને કલાકારના જીવ. આવા સેન્જેન ગામનું હૃદય હતું એની નાની ચિતારા ગલી.અહીં દરેક ઘરમાં કલાકાર વસતો.
કોઈ પતંગ ચિતરતો, કોઈ દીવાલ પર સ્વપ્ન દોરતો,કોઈ શરીર પર છુંદણા ચિતરતો. તો કોઈ નાનકડાં કાગળના પંખા પર ચિત્ર વાર્તાઓ લખતો.

એ જ ગલીમાં રહેતો હતો ચુ લી,સીધો સાદો, નિર્દોષ, પરંતુ કલાની ધન્યતા ધરાવતો.
એના હાથમાં પીંછી નહોતી,તેની પીંછી જાણે પરીઓની પાંખ જ હતી .અને તેના હાથની વાત શું કરવી? સામો માણસ બોલે અને તેના વર્ણન પ્રમાણે આબેહૂબ છબી બનાવે એવો નાનો બાળક પણ ઊંચો કલાકાર.

ચુ લી તેની. માં સાથે રહે , અને ચિત્રની કમાણીથી આનંદ અને સંતોષથી રહે.

એક સવારે તે ચિતારા ગલીને નાકે તેનું પાથરણુ પાથરી હજુ બેઠો હતો ત્યાં એક રહસ્યમય અજાણ્યો  ઘરડો માણસ ગધેડા પર બેસી આવ્યો.

એ થાકેલો જરૂર હતો પણ એની આંખોમાં અજાણી ચમક હતી.
એણે કહ્યું:
“છોકરા, તું મને એક નકશો દોરી આપ.
એક એવી જગ્યા, જેને ફક્ત હું બોલું અને તું  સમજ અને,તે પ્રમાણે દોરી આપ .” હું તને તેના ચાર યુયેન આપીશ.

ચુ લીએ હા પાડી.અને પેલા ઘરડા માણસે કહ્યા પ્રમાણે તેના હાથ ચાલ્યા.
પણ નકશો પૂરો થવા આવ્યો એટલામાં,
એ ઘરડો માણસ શાંત થઈ ગયો.
શરીર ત્યાં હતું, પણ તેમાં હવે કોઈ શ્વાસ ન હતો.

ગલીના લોકો ચુ. લી ને ઠપકો આપતાં હતાં, ગાંડા પૈસા પહેલા લેવા જોઈએ. લોકો ચકિત થયા અને સૌ વિખરાઈ ગયા..
ચુ લી વિચારતો રહ્યો.
“આ માણસ કોણ હતો? આ નકશો તેણે કોના માટે બનાવ્યો, નકશો શેનો છે?”
ગલીમાં સાંજ. પડી ગઈ, ચુ લી એ એ મઠમા જઈ, તે મરેલા માણસની અંતિમ ક્રિયા  કરાવી. અને તેને અંજલિ આપી.

તે રાતે તેને અને તેની માતાને ભૂખ્યા સૂવું પડ્યું. આજે કોઈ કમાણીતો થઈ નહતી..

રાતે ઊંઘમાં ચુ લીને એક સ્વપ્ન આવ્યું જેમાં. તેણે અંધારામા એ ઘરડો અને એનો ગધેડો દેખાયો. ગધેડો અજીબ હરકત કરી એક પગ ઊંચો કરતો હતો જાણે તેને ઊભો કરી પોતાની સાથે ચાલવા કહેતો હોય તેમ. આવું જોઈ,તેની ઊંઘ ઉડી ગઈ. ચુ લી એ તેની માંને  સ્વપ્ન ની વાત કહી,તે નકશો લઇ ઉપાડ્યો. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને બોલાવતી હોય તેમ.

નકશો જોવે અને ચુ લીને  પળ પળ ઉત્સુકતા વધતી ચાલી . હાથમાં નકશા પ્રમાણે સ્થળ આવતા ગયા. આમ એ ચાલ્યો ગામની બાહર . આખરે નકશો એને ગામની બહાર, જૂના ખંડેર સુધી લઈ ગયો. ત્યાં દિવાલ પર એજ ચિહ્ન દેખાયું જે નકશામાં દોરેલું હતું.

એણે એ પથ્થર ખસેડ્યો અને જોત જોતામાં ખૂલી ગયો ગુપ્ત ઓરડો!
અંદર શું હતું?

ગુપ્ત જગ્યા

જૂના ખંડેરોમાં દિવાલ ખસેડતાં ખુલ્યો ગુપ્ત ઓરડો. ઓરડાની અંદર અંધકાર, પરંતુ ચમકતો ખજાનો!સોનાની મહોર, ચાંદીના થાળા, રંગીન રત્નો!ચુ લીની આંખોમા એક ચમક ચમકી ઊઠી.
પણ તેના પ્રામાણિક દિલે કહ્યું—
“આ મારું નથી.હું ફક્ત ચિત્રકાર છું, રાજા નહીં.”એણે ફક્ત એની મજૂરીના ચાર યુયેન ખિસ્સામાં રાખ્યાંઅને બાકી બધું યથાવત મૂકી દરવાજો બંધ કર્યો. તેણે ખજાનાને અંતિમ સલામ કરી, ત્યાંથી પુંઠ ફેરવી નીકળી ગયો

બહાર નીકળતાં જ અંધકારમાંથી એક અજાણી આકૃતિ ઊભી થઈ.એણે હાથ જોડીને ચુ લીનું અભિવાદન કર્યું .  આ વખતે તે પેલા ઘરડા માણસનો ગધેડો નહતો. પણ તે  પોતે હતો જેણે ચાર યુયેન આપવાનું કીધું હતું . ચુ લી એ, તેને હસતા ચહેરા સાથે  સલામ કરી. તે માણસ અંધારામા પવનની જેમ, અદૃશ્ય થઈ ગયો .

ચુ લી ભયભીત પણ વિચારમાં પડી ગયો, મેં મારી મજૂરી મેળવી લીધી,“મેં તો નકશો મફત નથી બનાવ્યો,તો મને સલામ શા માટે?” મારું અભિવાદન કેમ?




તે નકશો હાથમા લઇ,તેના ગધેડા પર બેસી , નકશા પ્રમાણે પોતાના ઘેર પાછો વળ્યો. ઘેર આવી તેણે તેની માં ને બધી વિગત કીધી. અને બન્ને સુઈ ગયા .

સવારે ઉઠી આંગણા મા જુવે તો, ચુ લી ચકિત થઈ ગયો.એના ગધેડાની પીઠ પર ચાર  ગુણી લટકતી હતી.
ગુણી ખોલતાં, જોયું તો તે બધી અંદર સોનાની મહોર ભરેલી હતી!

ચુ લીએ તેની માં ને ઉઠાડી. મા સ્મિત કરતા બોલી. દીકરા
“જે લાલચ છોડે છે,
તેને સાચો પુરસ્કાર જાતે મળી રહે છે.”આં

વહેંચાયેલું સુખ

વિચાર ના અંતે,ચુ લીએ એ સોનું પોતાના માટે રાખ્યું નહીં.એણે ગલીના બધાં કલાકારોને બોલાવ્યાં.બધા ને વહેંચી દીધું.
આમ બધાને મળ્યું સુખ,બધાને મળ્યાં સાધન,અને ચિતારા ગલીમાં ક્યારેય ભૂખ કે અનાજ નો અભાવ ન રહ્યો.

લોકો કહેનારા થયા—
“સાચો ખજાનો સોનામાં નથી,પણ નિર્મળ હૃદયમાં છે.”

🌟 શિક્ષા:
લાલચ ત્યજી દેતા સાચો આનંદ મળે છે,
અને જે સુખ વહેંચે છે, એના હાથ ક્યારેય ખાલી નથી રહેતા.

How is it, pl react with your comments 🙏🏻



Rate this content
Log in