Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચિઠ્ઠી

ચિઠ્ઠી

1 min
436


મારી પ્યારી મોટી બહેન આ મોબાઈલનાં જમાનામાં તમને મારી ચિઠ્ઠી મળશે એટલે નવાઈ લાગશે કે આ ભાવુ એ ચિઠ્ઠી કેમ લખી હશે પણ ચિંતા ન કરશો મોટી બહેન...

આ તો મારાં મનની વાત તમને કહી દઉં એટલે લખ્યું છે.

મોટી બહેન તમે મારાંથી દૂર છો પણ મને જયારે જયારે તકલીફ કે મુસીબત આવી ત્યારે તમને કુદરતી ખબર પડી જાય છે અને મને ફોન કરીને તમે દૂર રહીને પણ હિંમત આપો છો અને માર્ગદર્શન પૂરું પાડો છો અને મારી મુસીબતો દૂર થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરો છો. મારું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય એ માટે તમે સતત ચિંતિત રહીને તમારાથી શક્ય હોય એ બધું જ મારી માટે કરો છો.

મોટી બહેન અજબ પ્રેમ છે આપણો ... તમે મારાથી મોટાં છો હું તમારાથી નાની છું પણ હું તમારાં કોઈ કામમાં આવતી નથી પણ તમે હરપલ હરઘડી મને મદદરૂપ બન્યા છો. એટલે હું નસીબદાર છું કે મને દુનિયાની સર્વ શ્રેષ્ઠ બહેન મળી છે. આ બધું હું ફોનમાં બોલી શકતી નથી મોટી બહેન એટલે મેં ચિઠ્ઠી લખી છે જેથી આપ શાંતિથી વાંચી શકો.. જો ભગવાન મારી એક ઈચ્છા પૂર્ણ કરે તો હર જનમમાં હું મોટી બહેન રૂપે તમને જ માંગીશ.. મારી પ્યારી મોટી બહેન તમારાં માટે લખતાં શબ્દો પણ ઓછાં પડે છે... તમારું ધ્યાન રાખજો.

લિ :- તમારાં વગર અધૂરી તમારી ભાવુ ઉર્ફે છોટી


Rate this content
Log in