Margi Patel

Children Stories Comedy

3  

Margi Patel

Children Stories Comedy

છોટા ભીમ - જાદુઈ પથ્થર

છોટા ભીમ - જાદુઈ પથ્થર

4 mins
188


ભીમ, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ, જગ્ગુ માટે ચુટકી ટુનટુન માસીના હાથનાં બનવેલા લડ્ડુ લઈને આવે છે. ચુટકીએ ભીમ, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ ને દેખી ને તે બધાં ને લડ્ડુ આપ્યાં.

લડ્ડુ ખાતા ખાતા ભીમે બધાને સવાલ પૂછ્યો, "જગ્ગુ ક્યાં છે ? ક્યારનોય દેખાતો નથી." રાજુ એ આજુબાજુ દેખી ને ભીમને જવાબ આપ્યો કે, " ખબર નથી ભીમ." બસ એટલામાં જ ચુટકી ચિંતા સાથે બોલે છે, "ઘરે હોય તો પણ અત્યાર સુધી તો આવી જાઉં જોઈએ જગ્ગુને. ખબર નથી ક્યાં ગયો ? કંઈ થયું તો નથી ને? ભીમે થોડું વિચારી ને તરત જ બોલ્યો," જરૂર કંઈ ગડબડ છે. આપણે જગ્ગુ ને શોધવો પડશે. ચાલો બધાં ભેગા થઈ ને શોધીએ. ચલો દોસ્તો."

ભીમનું આટલું કહેવાની સાથે જ ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાં જગ્ગુ ને શોધવા નીકાળી ગયાં.

બધાં શોધતા શોધતા નદી કિનારે પહોંચી ગયાં. ત્યાં નદીના એક કિનારે જગ્ગુ ઝાડ નીચે બેઠો હતો. ભીમ જગ્ગુ જોડે જઈને પૂછે છે, " જગ્ગુ ! તું શું કરે છે અહીં ? અમે તને કેટલો શોધ્યો. ચાલ આપણે હવે રમવા જઈએ." પણ જગ્ગુ ત્યાંથી બિલકુલ હલી જ ના શક્યો. ભીમ, ચુટકી, કાલીયા બધાએ જગ્ગુને સવાલ પૂછ્યો, " જગ્ગુ તું કેમ હલતો નથી. ચાલને, આપણે જઈએ રમવા. " ભીમે જગ્ગુનો હાથ પકડીને ત્યાંથી લઈ જવાની કોશિશ કરી. પણ જગ્ગુ ત્યાંથી હલી જ ના શક્યો. આ દેખી ને ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાં ચિંતા સાથે જગ્ગુ ને દેખવા લાગ્યાં. અને કાલિયાએ જગ્ગુ ને ચિંતાના ભાવ સાથે પૂછી જ લીધું, " આ શું થયું જગ્ગુ? તું કેમ હલી નથી શકતો અહીંથી ? "

જગ્ગુએ બધાને ગઈકાલે શું થયું એ કહી ને સંભળાવ્યુ કે , " ગઈકાલે જયારે હું સવારે નદી કિનારે પથ્થર રમતો હતો ત્યારે મને બધાં પથ્થરમાંથી એક અલગ પથ્થર મળ્યો. હું એ પથ્થરને પણ બીજા સામાન્ય પથ્થરની જેમ જ રમતો હતો. જયારે મેં આ પથ્થર આસમાનમાં ઉપર ઉછાળ્યો ત્યારે તેમાંથી એક અજીબ અવાજ આવ્યો. અને મારૂ ધ્યાન એ પથ્થર ઉપર ગયું. પથ્થર રમતાં રમતાં હું થાકી ગયો હતો અને વિચારતો હતો કે મને કેળાં મળી જાય તો હું શાંતિથી ખાઈને પેટ ભરી લઉં. અને એટલામાં જ મારી બાજુમાં કેળાં આવી ગયાં. કેળાં ખાઈને હું ફરીથી રમવા લાગ્યો. અને થોડી વાર પછી મને તરસ લાગી તો મારા વિચારની સાથે જ પાણી ત્યાં આવી ગયું. હું આશ્ચર્યચકિત થઈ ગયો. કે આ બધું કેવી રીતે થાય છે? પછી મને વિચાર આવ્યો કે આ પથ્થર જોડે હું જે પણ કંઈ વિચાર કરું છું તે મારી સામે આવી જાય છે. તે ખાતરી કરવા માટે બીજી વસ્તુઓની પણ માંગણી કરી. અને એ પણ વસ્તુ બધી હાજર થઈ ગઈ અને આમતેમ ફરવા લાગ્યો. એટલામાં જ ત્યાં બેઠેલા એક તપસ્વી ઉપર મારો પથ્થર પડ્યો. તેમની તપસ્યા ભંગ થઈ ગઈ. અને એ તપસ્વીએ મને શ્રાપ આપતા કહ્યું, " તું જે પથ્થર પામીને ખુશ છે, તું ત્યાં જ પથ્થર થઈ જઈશ." તપસ્વીના આટલું કહેવાની સાથે હું અહીંયા બસ પથ્થરની જેમ જ પથ્થર બનીને બેઠો છું."

 આ સાંભળવાની સાથે ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાં પરેશાન થઈ ગયાં. અને કહેવા લાગ્યાં કે, " જગ્ગુ તું ચિંતા ના કર. અમે બધાં તારા આ શ્રાપ દૂર કરીશું." આટલું કહીને ભીમ બધાને કહેવા લાગે છે કે ચાલો આપણે એ તપસ્વીને શોધીએ. અને જગ્ગુ ને આ શ્રાપથી મુક્ત કરીએ.

ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાં જ તપસ્વી ને શોધવા જંગલમાં ગયા. ખૂબ જ જંગલમાં શોધ્યા પછી પણ કોઈ મળ્યું જ નહીં. કાલીયા ત્યાં થાકીને બેસી ગયો. પણ ભીમે બધાંને હિમ્મત આપી ને ફરીથી એ તપસ્વીને શોધવા લાગ્યાં. છેવટે બધાં થાકી ગયાં. છતાં આખરે એ તપસ્વી મળી ગયા. બધા તપસ્વીના પાસે ગયા. ભીમે તપસ્વી સાથે માફી માગી. અને ફરીથી જગ્ગુને પથ્થરમાંથી ફરીથી ખેલતો કરવા માટે વિનંતી કરી. તપસ્વીએ ભીમની વાત માનીને કહ્યું , " જાઓ તમે પથ્થરનું ઘર બનવો. પથ્થરનું ઘર બનતું જશે તેમ જગ્ગુ પણ પહેલા હતો તેવો થતો જશે. ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાએ પથ્થર એકઠા કરવા લાગ્યા. ધીમે ધીમે બધા ઘર બનાવવા લાગ્યા. જેમ જેમ ઘર બનતું હતું તેમ તેમ જગ્ગુ પહેલા જેવો થતો જતો હતો. ઘર પૂરું થઈ ગયું અને જગ્ગુ ફરીથી રમતો થઈ ગયો. બધાએ સ્વામીજી જોડે ધન્યવાદ કર્યા. અને એ જાદુઈ પથ્થર તપસ્વીને આપી દીધો. પથ્થર આપી દેવાથી કાલિયો નારાજ થઈ ગયો. અને કહેવા લાગ્યો તપસ્વીને પથ્થર આપવાની ક્યાંય જરૂર હતી? એ પથ્થર આપણી સાથે હોય તો આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકતા હોઈએ. આ સાંભળતા ભીમે બધાને સમજાવતાં કહ્યું," જે વસ્તુ આપણી નથી તેમાં આપણો કોઈ હક નથી. છતાં જો વસ્તુ આપણા સાથે આવે તો તે વસ્તુના આપણે દૂર ઉપયોગ કરીએ છીએ. હંમેશા તેથી નુકશાન ન થાય છે. જે એટલે કહું છું જે વસ્તુ આપણી હોય એ જ વસ્તુ આપણા સાથે રાખવી. " બધાં એ ભેગાં થઈને કાલીયાના ચહેરા ઉપર મુસ્કાન લાવી દીધી. જગ્ગુ સાથે ભીમ, ચુટકી, રાજુ, કાલીયા, ઢોલુ-ભોલુ બધાં હસી ખુશી રમવા લાગ્યાં.


Rate this content
Log in