STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

છોકરી જોવાનો રિવાજ

છોકરી જોવાનો રિવાજ

1 min
14.9K


પાર્થ અને મીઠી એકબીજાને પ્રેમ કરતા હતા. માતાપિતાને જાણ કરી. પાર્થના માતાપિતાએ મીઠીના માતાપિતાને ઘરે બોલાવ્યા. "આપ જો અમારે ત્યાં આવી ગયા હોત તો છોકરી જોવાનો રિવાજ સચવાઈ જાત ને મહેમાનગતી નો પણ અવસર મળત.." મીઠીના પિતાના શબ્દો સાંભળી પાર્થના પિતા હસ્યાં. "આપની દીકરી એનું ઘર છોડી આ ઘરમાં આવવાની. તો આપે અમારું ઘર જોવું રહ્યું ને જેની દીકરીને પોતાની દીકરી બનાવવા ઇચ્છીયે મહેમાનગતી ને સેવા તો એમની જ કરવી રહી." નવા રિવાજની આ નવી પહેલ સાથે ઉભરાયેલી લાગણીઓ અને સ્નેહના પ્રવાહમાં પાર્થ અને મીઠી ના લગ્ન પાક્કા થઈ ગયા!


Rate this content
Log in