STORYMIRROR

Vandana Patel

Others

3  

Vandana Patel

Others

ચહેરાનો જાદુ

ચહેરાનો જાદુ

1 min
223

સીમા ખુશખુશાલ ચહેરે પ્રવચન આપી પોતાની ખુરશીમાં બેઠી. નારી સ્વતંત્રતાની વાતો, કારકિર્દીનું મહત્વ અને પુરુષ સમોવડી બનવાની હોડને આવરી લેતું ભાષણ ખરેખર પ્રસંશનીય હતું.

સીમાની સહેલી રીમા પોતાના મમ્મીનાં ઘરે ટી.વી.માં ભાષણ સાંભળતા જ અવાચક બની ગઈ. હજુ પંદર દિવસ પહેલાં જ મમ્મીની ઘરે આવી, એ પહેલાં સીમાને ફોન કર્યો હતો કે મારા સાસરિયામાં મને બાળી નાખવાની તૈયારી કરે છે.સીમા, તું મારી મદદે આવી જા. સીમાએ જવાબ આપ્યો કે રીમા, હું બે મહિના શહેરમાં જ નથી. મને માફ કરજે.

રીમા સીમાના ચહેરાનો જાદુ સમજી ગઈ. સીમાનો બનાવટી ચહેરો આજે સામે આવી ગયો.


Rate this content
Log in