Sanket Vyas Sk

Others

5.0  

Sanket Vyas Sk

Others

છેલ્લી પાટલી

છેલ્લી પાટલી

1 min
617


વગડામાં ફૂલોના ખેતરની પાસેજ એક સ્કૂલ હતી. વગડો હંમેશા ફૂલોની સુગંધથી મઘમઘતો રહેતો. હું જ્યારે સ્કુલમાં પહોંચ્યો ત્યારે ગણિત વિષય ચાલી રહ્યો હતો. શિક્ષક શું ભણાવતા એ શિક્ષક જ જાણે, હું તો મસ્ત જઈને મારી પાટલી પર બેસી ગયો.

ગણિતના શુષ્ક વાતાવરણમાં અચાનક જ મેં એક ગુલાબી સ્પંદંન અનુભવ્યું. બારીની બહાર ફૂલોની મસ્ત સુગંધ વહી રહી હતી અને મારી નજર ફૂલોની પાંખડીઓ પર ઠરી ગઈ. ગણિતનાના વિષયમાં હું પાણીમાં બેસી ગયો અને ફૂલોની સુંદરતાના વિશાળ સરોવરમાં ડૂબકી લગાવી સમાધીન થઈ ગયો. ત્યાં દૂર દેખાઈ રહેલા સૂકા વગડામાં ઝરમર-ઝરમર વરસાદ વરસવા માંડ્યો. ફૂલોની અને માટીની સુગંધ એકબીજામાં ભળી ગઈ અને વરસાદના છાંટણા ફૂલોની પાંખડીઓ પરથી પસાર થઈ મારી પર પણ વરસ્યા. પછી તો જાણે મદિરાના સેવન વગરનો મદ ચઢી ગયો. 

ગુલાબની જોડે તો કાંટા હોય જ એમ મારી પાસે પણ હતો એ આગણિતનો ક્લાસ. ગણિતમાં આવેલા પ્રમેયોના ઉકેલવાની ચર્ચાએ મારી ગુલાબી સુંવાળી સમાધીમાં ભંગ પાડ્યો અને ગણિતના એ ક્લાસમાં "છેલ્લી પાટલીએ" બેસી ગયો. 


Rate this content
Log in