Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ચાવાળો અને શિક્ષક

ચાવાળો અને શિક્ષક

1 min
7.2K


રમણભાઈ દર વર્ષની જેમ વાર્તા, લઘુકથા, જીવન ફીલોસોફીજ શિક્ષકની નોકરીનું આ વર્ષનું વૅકેશન પણ પોતાના ગામમાં જ વિતાવવા ટ્રેનની રાહ જોતા હતા. એ જ વેઇટિંગ રૂમ ને એ જ સોનુ ચાવાળો. "શું સોનુ આમ જીવનભર પ્લેટફોર્મ ઉપર જ રહેશે કે કંઈક ફેરફાર લાવશે જીવનમાં?"

ગરમાગરમ ચા કેટલીમાંથી ગ્લાસમાં રેડતા એણે જુદો જ પ્રશ્ન પૂછ્યો,"સાહેબ હવે આ વેઇટિંગ રૂમમાં કેટલાક સગવડભર્યા ફેરફાર ક્યારે કરશો?"

એની નિર્દોષતા ઉપર એ હસ્યાં,"મારે ક્યાં અહીં હંમેશનું વસવું? જરા સગવડ અગવડની વચ્ચે તાલ બેસાડી સમય પસાર કરવાનું ને જેવી ટ્રેન આવી કે ચાલવા માંડવાનું બસ."

"એ જ સાહેબ આપણે પણ ક્યાં આ દુનિયામાં હંમેશના. સગવડ અગવડનો તાલ થોડા દિવસનો વાસ ને પેલી મૃત્યુની ટ્રેન આવી પહોંચે કે ચાલતી પકડવાનું!" વેઇટિંગ રૂમમાંથી બહાર નીકળતા સોનુ ચાવાળા ને જોઈ એ વિચારતાં રહ્યા,"શિક્ષક હું કે એ?"


Rate this content
Log in