બોનસમાં લક્ષ્મીજી
બોનસમાં લક્ષ્મીજી
બોનસ શબ્દ સાંભળતા આનંદની અનુભૂતિ થાય કે જે આપણી પાસે છે એમાં કંઈક વધારે કોઈક અલગ રૂપમાં ઈશ્વર દ્વારા મળતી કિંમતી સંપત્તિ.
હા અહીં કંઈક એવી જ બાબત છે. જયારે બધા રસ્તાઓ બંધ હોય ત્યારે ભગવાન અન્ય રૂપમાં આવી એક રસ્તો ખોલી નાંખે છે. ત્યારે જીવનમાં ખુશી છવાઈ જાય છે.
બંશી અને ઈશા બંને દેરાણી જેઠાણી. પણ બંને બહેનપણીની જેમ રહે. ભરતભાઈ અને કોકિલાબેન ને દીકરી નહીં એટલે બંશી અને ઈશા બંને દીકરીઓ કરતા વિશેષ. ખુબ સમૃદ્ધ પરિવાર કોઈ વાતની કમી નો'તી. જ્યાં જવાનું હોય ત્યાં બંને દેરાણી-જેઠાણી સાથે જ હોય. કોઈ ના કહે કે આ બંને જુદા જુદા પરિવારની દીકરી છે. એમજ સમજે કે નાની મોટી બહેનો જ છે.
આમાં મોટી ઈશા હતી અને નાની બંશી. ઈશાના લગ્નને 8 વર્ષ થયાં હતા પણ ખોળાનો ખુંદનાર ભગવાને આપેલ નો'તો. ઘણી દવા, દુઆ, આખડીઓ કરવા છતાં ગર્ભવતી બની ના શકી. ડૉક્ટર દ્વારા ઘણા રિપોર્ટ કરાવ્યા પણ આશાનું કિરણ દેખાતું ના હતું.
બંશીના લગ્નને 3 વર્ષ થયાં હતા. અને તેને સારા દિવસો જતાં હતા. 7 માસે ખોળો ભરાણો. બંશી ને ઈશા ખુબ જ આનંદમાં દિવસો પસાર થવા લાગ્યા. કોકિલાબેન અને ઈશા બંશીનું ખુબ ધ્યાન રાખે. 9 માસ પુરા થાયા ને રાતે બંશી ને અસહ્ય દુખાવો થયો. બંશીને હોસ્પિટલ લઈ ગયા. ઑપરેશન શરૂ કરું કર્યું. બંશીએ બે દીકરીઓને જન્મ આપ્યો. ભાનમાં આવવાની સાથે બંશીએ બંને દીકરીઓના ચહેરા જોયા. પછી પતિ મિતુલ ને બોલાવી ને કહ્યું, આખા પરિવાર સામે મારી આ બે દીકરીમાંથી એક દીકરી ઈશા ભાભીને સોંપી દો. દીકરીએ એક મા મળે એના કરતા બંને મા ને એક એક દીકરી મળે તો સારો ઉછેર થાય. આમેય દીકરીઓ તો એક જ પરિવારમાં રહેવાની છે. ભરતભાઈ અને કોકિલાબેને બંશીના માથે હાથ મૂકી એક દીકરી ઈશા અને માનવના ખોળામાં સોંપી દીધી. મિતુલ અને માનવ એક બીજાને ભેટી પડ્યા.
કદાચ ઈશ્વરે બંશીને બે દીકરીઓ એટલે આપી હશે કે ઈશાને બંશી અને મતુલ દ્વારા બોનસમાં લક્ષ્મી જો આપવાની હતી.
