Manishaben Jadav

Children Stories Inspirational

4.8  

Manishaben Jadav

Children Stories Inspirational

બોલતું પુસ્તક

બોલતું પુસ્તક

1 min
370


એક પુસ્તકાલય હતું. શોભનાબેન આમ તો એક ગૃહિણી છે. રોજ પોતાનો સમય ઘરકામ અને સભ્યોની મદદ માટે પસાર કરે છે. પરંતુ તેમને નાનપણથી જ વાંચનનો ખૂબ શોખ છે.

એક રવિવારના દિવસે તેઓ નવરા બેઠા હતા. એટલે તેણે પુસ્તકાલયમાં જવાનું વિચાર્યું. એટલે બપોરના ત્રણ વાગ્યા આસપાસ ગયા. એક ખૂણામાં બેસીને પેપર વાંચ્યું. ત્યારબાદ તેઓ કબાટમાં પુસ્તક લેવા જાય છે.

ત્યાં તેમણે બે પુસ્તકોને વાત કરતા સાંભળ્યા. એક હતું વાર્તાનું પુસ્તક અને બીજી હતી નવલકથા. વાર્તા કહે," આરે ઓ નવલકથા સાંભળે છે, આપણી હાલત કેવી છે, નહિ. લેખકોએ કેટલાં ઉત્સાહ અને મહેનતથી લખી. જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી અમૂલ્ય વાતો આપણી અંદર પડેલી છે. પણ શું કામની ?

નવલકથા કહે," કેમ, આપણું મહત્વ છે જ. આપણા દ્વારા જ તો ઈતિહાસ પ્રાચીન મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે છે."

 વાર્તા કહે," વાત તો સાચી છે. પણ અત્યારે આપણો ઉપયોગ કરનાર લોકો કેટલા. સવારથી સાંજ સુધી નાનાથી માંડીને દરેક યુવાનના હાથમાં મોબાઈલ. બસ યુટ્યુબ અને ગેમ. આપણો તો કોઈ ઉપયોગ કરનાર છે જ નહિ. "

એમાં પણ મારો ઉપયોગ તો હજી ઘણાં નાનાં છોકરાઓ શાળા દરમિયાન કરે છે. પરંતુ નવલકથા વાંચનાર લોકો ક્યાંક જ. બહુ જૂજ પ્રમાણમાં.

શોભનાબેન આ વાત સાંભળીને વિચારવા લાગ્યા, વાત સાવ સાચી નવી પેઢીમાં વાંચનનું મહત્વ વધારવા કંઈક કરવું જોઈએ. અને ત્યારપછી તેમણે પોતાની સોસાયટીમાં પુસ્તકને લગતી નવી નવી પ્રવૃત્તિ શરૂ કરી.


Rate this content
Log in