બોળચોથ
બોળચોથ
આપણી સંસ્કૃતિમાં વિધવિધ તહેવારો ઉજવાય છે અને એ દરેક તહેવારનું આગવું મહત્વ હોય છે.
પહેલાનાં જમાનામાં તો બધાનું જીવન ખેતીવાડી અને પશુપાલન થકી જ જીવનનિર્વાહ ચાલતો હતો.
અને એટલેજ પશુ અને શસ્ત્રોની પૂજા કરવી જોઈએ એવું વડીલો માનતાં હતાં અને એ સત્ય પણ હતું.
એ બહાને એક દિવસ પૂજન કરીને આભારવિધિ થતી હતી..
આજે તો માતા-પિતા પણ ભારરૂપ લાગે છે.. તો આભારવિધિ શું કરે ?
એ જૂનાં જમાનાના વડીલોની ભાવના ઉચ્ચકક્ષાની હતી જે હાલમાં કોઈ સમજી શક્યું નથી.
બોળચોથ ને બહુલાચોથ પણ કહેવાય છે.
બોળચોથનાં દિવસે ગાય, વાછરડાની પૂજા કરવામાં આવે છે અને એ દિવસે ઘરની સ્ત્રીઓ રોટલો અને મગ ખાય છે એ પાછળ એવી માન્યતા છે કે છાડેલું ધાન્ય ના ખવાય એવું કહેવાય છે કે એ દિવસે ખેતીવાડી અને પશુપાલન અને ઓજારોની પૂજા કરીને આનંદ ઉત્સવ મનાવવામાં આવતો જેથી કરીને પછીનું વર્ષ ખુબજ સારું જાય અને કુદરત રાજી રહે.
આજે તો સાપ ગયાં ને લિસોટા રહી ગયા છે. ગામડામાં તો હજુયે આ દિવસે જૂનાં રીત રિવાજો પ્રમાણે ઉજવવામાં આવે છે જ્યારે શહેરમાં તો બોળચોથનું શું મહત્વ છે એ હજુ ઘણાં જાણતાં નથી હોતાં અને કરવા ખાતર તહેવાર ઉજવે છે અને ગાયની પૂજા કરે છે અને બોળચોથની વાર્તા વાંચીને સંતોષ માણે છે.
