Manishaben Jadav

Children Stories Inspirational

4.6  

Manishaben Jadav

Children Stories Inspirational

બિલાડીબેન ચાલ્યા નાહવા

બિલાડીબેન ચાલ્યા નાહવા

1 min
350


બિલાડીબેન ચાલ્યા નાહવા

વરસાદી મોસમ હતી. વરસાદ આવતો હતો. તળાવમા પાણી વધતું જતું હતું. બધા પ્રાણીઓ પોતાના ઘરમાં છુપાઈને બેસી ગયા. બિલાડીબેન થોડા અળવીતરા. એણે કહ્યું,"મારે તો વરસાદમાં નાહવું છે. માછલીબેન, દેડકાભાઈ, મગરબેન, કાચબાભાઈ તો રોજ પાણીમાં જ રહે. એને કેવી મજા આવતી હશે. ચાલ આજે હું પણ વરસાદમાં નાહવા જાવ.

બાજુમાં એક સસલાભાઈ રહેતા હતા. સસલાભાઈએ ના પાડી બિલ્લીબેન એ તો રોજ પાણીમાં જ રહે. એનું ઘર કહેવાય. આપણને પાણી માફક ન આવે. કંઈક બિમાર પડી જશો તો અત્યારે ક્યાં જશો. પણ બિલ્લીબેન તો જિદે ચડ્યા. મારે તો નાહવું જ છે. એ તો ગયા વરસાદમાં ભીંજાવા. ધીમે-ધીમે વરસાદ એને તો ભાઈ મજા પડી. એતો તેમાંથી બહાર નીકળે જ નહિ.

બધા પ્રાણીઓ રોકે કહે, બિલ્લીબેન હવે બસ કરો, બિમાર પડશો. ઘરમા આવી જાવ. બિલ્લીબેન તો જાણે નાહવાની મજા લેતા હતા. કોઈની વાત સાંભળી જ ન રહ્યા હતા. વરસાદ બંધ થયો ત્યાં સુધી બિલ્લીબેન તો નાહ્યાં.

બીજે દિવસે સવારે તાવ આવે માથું ચડ્યું. બિલ્લીબેને સસલાભાઈને કિધું દવાખાને લઈ જવા. ડોકટરે ત્રણ દિવસ આરામ કરવા કહ્યું. ઈન્જેકશન લગાવ્યું. બિલ્લીબેનને સમજ પડી આપડે પાણીમાં વધારે રહીએ તો બિમાર છીએ. એતો દેડકાભાઈને જ ગમે. બિલ્લીબેનની ત્રણ દિવસની શાળા પડી. ભણવાનુ બગડ્યું. ત્યારથી બિલ્લીબેને નક્કી કર્યું,વરસાદ આવે ત્યારે ઘરની બહાર નીકળવું નહિ વરસાદમાં પલળવું નહિ.


Rate this content
Log in