STORYMIRROR

Amit Chauhan

Others

3  

Amit Chauhan

Others

બીજો ડોઝ પાર્ટ થ્રી

બીજો ડોઝ પાર્ટ થ્રી

5 mins
174

30 જુલાઈ 2021ની રાત્રે જ આકાશ ઉપર એક પુરુષ હેલ્થ વર્કરનો ફોન આવ્યો. તેઓ કહી રહ્યા હતા, " આકાશ ભાઈ, તમારો સંપર્ક કરવાનો મેં કેટલી વાર પ્રયત્ન કર્યો પરંતુ તમારો ફોન તો સ્વીચ ઑફ જ બતાવતો હતો. રાત્રે ફોન ચાલુ નથી રાખતા કે શું અચ્છા, આવતીકાલે સવારે મહેળાવ સરકારી હોસ્પિટલમાં પહોંચી જશો. કોવેક્સીનના અમુક ડોઝ આવનાર છે. "

આકાશની એક ટેવ એવી હતી કે તેની પાસેનો સ્માર્ટ ફોન ચાર્જ કરવા મૂકતો એ વેળા તેને સ્વિચ ઑફ કરી દેતો જેને લઈને તેનો ફોન વહેલાસર ચાર્જ થઈ જતો. અને એટલે પેલા પુરુષ હેલ્થ વરકરે જ્યારે પણ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે; ફોન સ્વિચ ઑફ હોવાનું જણાવવામાં આવ્યું. ખેર, પુરુષ હેલ્થ વરકર સાથે વાત કર્યા બાદ આકાશના દિલમા ખુશી ખુશી વ્યાપી ગઈ. 

31મીની સવારે તે અત્યંત ઉત્સાહ સાથે પોતાની પથારીમાંથી ઊભો થયો. એ પછી બ્રશ કર્યું. મો ધોયું. એ દરમિયાન તેના માતાએ ચ્હા બનાવી દીધી હતી. તેણે એક વાટકામા ચ્હા કાઢી અને એ પછી બે રોટલી આરોગી. રોટલી ગરમ હતી એટલે એનાથી આરોગી શકાઈ. 

એ પછી તેણે પોતાની સ્કૂટી પરસાળમાંથી બહાર કાઢી. એક જુના રૂમાલ વડે તેને સાફ કરી. એ પછી તેણે સ્કુટીની સીટ નીચેના બોક્સમાં બે નંગ કેળાં અને પાણીની એક બોટલ મૂકી દીધા. તેણે પોતાની પાસે; આધારકાર્ડ અને વેક્સીનના પ્રથમ ડોઝની રસીદ પણ લીધા. બસો રુપિયા પણ તેણે પોતાની પાસે રાખ્યા. ઈમરજન્સીમાં પોતાને અને કદાચ જરૂર પડે તો અન્યને પણ કામ લાગે એ હેતુથી. 

સ્કુટીમાં પેટ્રોલ પુરાવવાનું એને એકાએક યાદ આવ્યું. તે તાબડતોબ કરમસદ પેટ્રોલ પંપ પર પહોંચ્યો તેણે એંસી રુપિયાનું પેટ્રોલ અને દસ રુપિયાનું સ્કૂટીમાં નાખવામાં આવતું ઓઈલ ભરાવ્યુ. એ વેળા એને પોતાનો સાદો ફોન ઘેર રહી ગયો હોવાનું યાદ આવ્યું. તે તરત જ ઘેર આવ્યો. ફોન લીધો અને મહેળાવના રસ્તે પડ્યો. 

 આઠ વાગ્યે તો તે સરકારી દવાખાને પહોંચી ગયો. અહીં તેણે જોયું કે રસી મૂકાવવા ઈચ્છુક કેટલાક લોકો ઓલરેડી આવી ગયા હતા. આકાશે પોતાની સ્કૂટી યોગ્ય જગ્યાએ પાર્ક કરી અને પેલા લોકો જ્યાં ઊભા હતા ત્યાં આવી પહોંચ્યો. થોડીવાર બાદ એક શખ્સે એવી જાહેરાત કરી કે કોવેક્સીનનો બીજો ડોઝ લેનારા જ ઊભા રહે. થોડીવારમાં પબ્લિક વિખેરાવા લાગી. આકાશને હાશકારાની લાગણી અનુભવાઈ. તેણે જોયું કે હવે ગણ્યાગાંઠ્યા લોકો જ રહ્યા હતા. 

 હજી રસીના ડોઝ આવવાને થોડી વાર હતી એ દરમિયાન આકાશની નજર એક એવી વ્યક્તિ પર પડી કે જેને તે સારી રીતે ઓળખતો હતો. એ તો ખુશ થઈ ગયો. આકાશને એવા લોકો વધારે પસંદ હતા કે જેમને લખવા-વાંચવામાં થોડો પણ રસ હોય. એ વ્યકિત એટલે બીજું કોઈ નહી પણ કેથોલિક સામયિકના પૂર્વ તંત્રી. તેઓ આકાશના લેખો મોઢું વાંકુ કર્યા વિના ખેલદિલીપૂર્વક પ્રકાશિત કરતા. તે સામે ચાલીને એમને મળવા ગયો. એ ધારત તો સંતાઈ રહેત. કેમકે એણે મોઢા પર ઑલરેડી માસ્ક પહેર્યો હતો. પણ એણે છૂપાવાનુ મુનાસીબ ન માન્યું. 

ઔપચારિક વાતો થઈ. વાતો કરતા તેને જાણવા મળ્યું કે સાહેબ એટલે કે તંત્રી ; પોતાને માટે નહી બલકે પોતાના ધર્મપત્નીને વેક્સીન મૂકાવવા આવ્યા હતા. 

આકાશે પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીમાં નજર નાંખી તો તેમા સાહેબના ધર્મપત્ની બેઠાં હતાં. 

" વાહ! એક શિક્ષક જીવને જીવનસંધ્યા ટાણે પણ ગાડીમાં મ્હાલવાનો લ્હાવો મળ્યો ખરો. " આકાશે મનોમન વિચાર કર્યો. 

એવામાં એક ગાડીમાં વેક્સીનના ડોઝ આવી ગયા. એ પછી ટોકન નંબર આપવામાં આવ્યો. આકાશે નોંધ્યું કે કોવેક્સીનનો બીજો ડોઝ લેનારા ગણીને દસેક જણ હતા. ગણતરીની મિનિટોમાં તે રસી મૂકનાર સિસ્ટર પાસે પહોંચી ગયો. સિસ્ટરે તેના ડાબા હાથે હળવેથી રસી મૂકી. એ પછી રસી મૂકી એ ભાગે રૂનું પૂમડુ ચોટાડ્યુ. બે ટેબલેટ પણ તેને આપી. એ પછી તે ત્યાંથી રવાના થયો. એના રોમેરોમમાં ખુશી વ્યાપી વળી હતી. તે જે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે એકદમ સ્મૂથ હતો. કોઈ ઠેકાણે ખાડાટેકરા નહોતા. વાયા બાંધણી થઈને તે મહેળાવ પહોંચ્યો હતો. અને હવે ઘેર પરત ફરતી વેળા પણ તેણે એ જ માર્ગ અપનાવ્યો. 

 બાંધણી ગામમાં પ્રવેશતાં જ તેને ધરમીષ્ઠાએ થોડા દિવસો પૂર્વે કહેલી વાત યાદ આવી. થોડા દિવસો પૂર્વે જ્યારે તેને મોરડ, વેક્સીન મૂકાવવા માટે જવાનું થયું ત્યારે તેણે ધરમીષ્ઠા સાથે ફોન પર વાત કરી હતી. ધરમીષ્ઠાએ પોતાની વાતમાં પોતાની નાની બહેનને થયેલા એક અકસ્માતનો પણ જીક્ર કર્યો હતો. 

 આ ટાણે એને એ વાત યાદ આવી ગઈ. ખાસ તો એ પોતે બોલી ચૂક્યો હતો કે પોતે ખબર કાઢવા આવશે. એણે પોતાની સ્કૂટીને મહોલ્લામાં વાળી. ધરમીષ્ઠાના ઘેર જ્યારે તે પહોંચ્યો ત્યારે તે તો હાજર નહોતી. તે જોબ પર ગઈ હતી પણ જેને અકસ્માતમાં ઈજા પહોંચી હતી તે બહેન ઘેર પથારીમાં હતી. 

 આકાશે જોયું કે તે જાગતી હતી. એણે આકાશને આવકાર આપ્યો. અને પ્લાસ્ટિકની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરવા કહ્યું. એ પછી ઔપચારિક વાતો થઈ. " કેટલો સમય થયો આવું બન્યે ? " આકાશે પૂછ્યું 

" જોને, એક મહિનો થવા આવ્યો " ઈજાગ્રસ્ત બહેન બોલી.

" કેવી રીતે બન્યું? " આકાશે પૂછ્યું 

" હું એક્ઝામ આપવા માટે અમરેલી ગઈ હતી. એ વખતે લકઝરી બસમાં બેસવાનું બન્યું. હું દરવાજે આવેલ સળીયો પકડીને અંદર ચઢવા ગઈ કે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. સળિયો મારાથી છૂટી ગયો અને હું નીચે પટકાઈ. અને મારા ડાબા પગ ઉપરથી…." એણે વાક્ય પુરું કર્યું નહી. 

અલબત તે જોઈ શક્યો કે આટલું દુ:ખ વેઠતી હોવા છતાં તે વાત કરવા માટે સક્ષમ હતી. એ પછી તેણે આકાશને પોતાનો સ્માર્ટ ફોન આપ્યો. આકાશે જોયું કે એમાં ઈજાગ્રસ્ત થયેલ પગની તસવીરો હતી. 

કમકમાટી વછૂટી જાય એવી તસવીરો હતી. એણે આકાશની મમ્મી અંગે ખબર અંતર પૂછ્યા. આકાશને સારું લાગ્યું. છેલ્લે છૂટા પડવાનું થયું ત્યારે ઈજાગ્રસ્ત બહેન બોલી, " મારા માટે પ્રાર્થના કરજે કે સારું થઈ જાય"

" ચોક્કસ " આકાશ બોલ્યો. 

જતી ઘડીએ તેણે પૂછ્યું, " ગાડી કોણ હંકારી રહ્યું હતું ? " 

તેણે પોતાની પથારી પાસે ખુરશીમાં બેઠેલ એક પુરુષ તરફ અંગુલિનિર્દેશ કર્યો. એ પુરુષ તેના પતિ હતા ! એ લગભગ ઊઘાડા જેવા હતા. ઉપર બંડી પહેરી હતી અને નીચે પેન્ટ. 

આકાશે જતાં જતાં ઈજાગ્રસ્ત બહેનના ખભાના ભાગે સ્પર્શ કર્યો અને એ પછી ત્યાંથી રવાના થયો. 

 આણંદ સોજીત્રા રોડ પર આવતાં તેને એક લારી જોવા મળી. સરસ મજાના પપૈયા તેમાં હતા. આકાશે પોતાની સ્કૂટી ઊભી રાખી અને એક પપૈયું ખરીદ્યું. સરગવાની સીન્ગો પણ તેણે લીધી. આ વખતે પણ તેણે એક મરચાની માંગણી કરી ત્યાં પેલા શખ્સે તેને ચાર - પાંચ મરચાં આપી દીધા. તેણે આંખો બંધ કરીને ભગવાનને કહ્યું, " હે ભગવાન, આ માણસને તે કેટલું વિશાળ દિલ આપ્યું છે !" 


Rate this content
Log in