Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Kaushik Dave

Children Stories Inspirational


5.0  

Kaushik Dave

Children Stories Inspirational


બીજો ચંદ્ર

બીજો ચંદ્ર

3 mins 525 3 mins 525

'હે રામ ', બોલતા હરિશ્ચંદ્રનું પ્રમાણ પંખેરું ઉડી ગયું. સ્વર્ગમાંથી ભગવાન, હરિશ્ચંદ્ર ને લેવા આવ્યા.' હે ચંદ્ર, હવે આપણે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ' પ્રભુ બોલ્યા.

હરિશ્ચંદ્ર બોલ્યા,' હે ભગવાન, મારું કુટુંબ ને મારા સગા વ્હાલા ને છોડી ને આવવાનું મન થતું નથી'.

ભગવાન બોલ્યા,' હે ચંદ્ર, તારું મન માનતું ન હોય તો જુઓ, તારા મૃત્યુ પછી તારા પ્રત્યેની લાગણી લોકો ની કેવી છે'.

હરિશ્ચંદ્ર ને જાણીતા અવાજો સાંભળ્યા કે," સાવ બોચીયો હતો,પણ સારો માણસ હતો" વેદિયો હતો પણ વિશ્વાસુ હતો". આજ ના યુગ પ્રમાણે ચાલ્યો નહીં ને કુટુંબ હેરાન થયું,પણ બીજા માટે ઘસાઈ જવાની પરોપકારી વૃત્તિ હતી"." જૂઠ ના આ યુગ સાથે તાલ મિલાવી શક્યો નહીં,પણ એ સાચો રસ્તો બતાવતો હતો". "બસ પ્રભુ બસ,હવે મારી સાંભળવાની શક્તિ નથી રહી"ચંદ્ર બોલ્યો.


પ્રભુ બોલ્યા," હે ચંદ્ર,હવે સ્વર્ગમાં જઈએ". પ્રભુ અને ચંદ્ર સ્વર્ગ તરફ જાય છે. રસ્તામાં નર્ક આવે છે. ઉત્સુકતાથી ચંદ્ર નર્કમાં ડોકિયું કરે છે .. ........... ... જુએ છે કે,તેના સગાં સંબંધીઓ નર્ક માં રીબાતા હોય છે. આ જોઈ પૂછે છે,હે પ્રભુ, મારા આ સગાં ને પેલાં સગાં ધણાં જ સારા હતાં છતાં પણ આમ કેમ?"

પ્રભુ બોલ્યા,"હે મારા ભોળા ચંદ્ર, તું જેનાં વિશે જુએ છે તેઓ યુગની વાંકી ચાલે ચાલ્યા તેથી તને અને તારા કુટુંબ ને સહન કરવું પડ્યું હતું. તેમા તેમનો ફાળો હતો. "આગળ જતાં પોતાના સહ કર્મચારીઓને નર્કમાં રીબાતા જુએ છે. "પ્રભુ આમ કેમ?"

પ્રભુ બોલ્યા,"તું જે જુએ છે તે ભ્રમિત કરે એવું છે. આ નીતિ વાળા માણસોનું મૌન અને અનીતિ ને સહન કરવાની વૃત્તિ જ તેમને નર્કમાં રહેવા માટે પુરતું છે."

ચંદ્ર અત્યંત દુઃખી થઈ ને આગળ વધે છે. આગળ જતાં ચંદ્ર નર્કમાં પોતાને રીબાતો જુએ છે. ને મૌન રહે છે. આ જોઈ ને પ્રભુ બોલ્યા,"હે ચંદ્ર, આ બ્રહ્માંડ બ્રહ્મ સ્વરૂપ છે. ને આમાં બધા ભ્રમિત થયાં જ કરે છે. તું છે જુએ છે તે તારાંમાં રહેલી તટસ્થતા ને સૂચક મૌને જ તને નર્કમાં મોકલી આપ્યો છે. અનીતિને સહન કરવી ને તેનો વિરોધ ન કરવો એ સત્યને થતી હાની છે. આનુ ફળ તને નર્કમાં મળી રહ્યુ છે."


ચંદ્ર બોલ્યો,"હે પ્રભુ, હું મારા કર્મનું ફળ ભોગવવા તૈયાર છું આપનો ન્યાય જ વિશ્વ ને સર્વોત્તમ અને ઉચ્ચનીય દશામાં લઇ જાય છે." આ સાંભળીને પ્રભુ બોલ્યા,"હે ચંદ્ર, હવે સ્વર્ગ નજીક આવી ગયું છે તો આપણે જઇએ."આગળ જતાં ચંદ્રે નર્ક માં પ્રભુ ને સહન કરતાં જોયાં. ચંદ્રને આશ્ચર્ય થયું ને પૂછ્યું," પ્રભુ,આમ કેમ ?"

પ્રભુ બોલ્યા," હે ચંદ્ર, આમાં નવાઈ પામવા જેવું નથી. કર્મના ફળમાંથી કોઈ ને મુક્તિ મળતી નથી. મારા ભક્તો અને સજ્જનો ને થતો અન્યાય, પીડા, તેમજ અમંગળકારી ઘટનાઓ થતી હોવા છતાં, તેઓ સહન કરી મને યાદ કરે છે. પરંતુ યોગ્ય સમયે તેઓને મદદ પહોંચતી નથી. તેનુ ફળ મારે ભોગવવાનું આવે છે. હું સર્વત્ર છું અને સર્વજ્ઞ છું, છતાં પણ આ કલયુગમાં મદદરૂપ ન થઈ શકવાના પરિણામ રુપે નર્કની પણ યાતના સહન કરવી પડે છે."


આ સાંભળીને ચંદ્ર બોલ્યા,"હે પ્રભુ, દરેક મનુષ્યે કર્મનું ફળ તો ભોગવવાનું જ છે. પરંતુ આપ આ યાતનામાંથી ક્યારે મુક્ત થશો?" પ્રભુ બોલ્યા," ચિંતા ના કર. મૃત્યુલોકમાં જ્યાં સુધી મારા ભક્તોની સહનશક્તિ રહેશે ત્યાં સુધી. જ્યારે ભક્તોની સહનશક્તિ હદ વટાવશે ત્યારે હું બ્રહ્માંડની ભ્રમિત જાળ તોડી ને ભક્તોને બચાવવા મૃત્યુ લોકમાં ગમેતે સ્વરૂપે આવીશ."

આ સાંભળીને ચંદ્ર બોલ્યા,"પ્રભુ મને આજ જવાબની આશા હતી." આ બોલ્યા પછી ચંદ્ર ને પ્રભુના દર્શન થયા નહીં. ભગવાન અલોપ થઈ ગયા. ચંદ્રે મોટેથી બુમ પાડી કે," હે ઈશ્વર,આપ ક્યાં છો?" આ અવાજ ની સાથે ઠંડુ પાણી ચંદ્રના માથા પર પડ્યું. શ્રીમતિનો અવાજ આવ્યો,"હવે જલ્દી ઊભા થાવ. ઈશ્વર તો માથા પર આવી ગયા. પછી કહેશો કે ઓફિસે જવાનું મોડું થાય છે!" અને આ સાથે ચંદ્રની આંખો ખુલી ગઈ.


Rate this content
Log in