STORYMIRROR

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

ભમરો

ભમરો

1 min
14.5K


રવિ એના પિતા ભાવેશભાઇ સાથે બેસી કોલેજ લાઇફ વિશે વાત કરી રહ્યો હતો. ભાવેશભાઇ એમના સમયની વાત કરતા બોલ્યા, "બેટા, મને યુવાનીમાં મારા મિત્રો ભમરો કહેતા."

રવિ ખૂબ ઉત્સુકતાથી સાંભળી રહ્યો હતો. ભાવેશભાઇ કહે, "હું ચંચળ હતો કોઈ સુંદર છોકરી જોઉં તો એની સાથે પ્રેમ થઈ જાય, ઇ ઉંમર એવી હતી કે બાહ્ય દેખાવ પ્રત્યે આકર્ષણને પ્રેમ સમજતા."

રવિએ પૂછ્યું, "પપ્પા, પછી શું થયુ?"

ભાવેશભાઇ કહે, "મારા જીવનમાં સાચો પ્રેમ એટલે તારી મમ્મી આવીને ખબર ના પડી. મારી ભમરાવૃતી કયાં ચાલી ગઈ."


Rate this content
Log in