STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ભાષા

ભાષા

1 min
14.1K


વિદેશી ટુરિસ્ટને લઈ જઈ રહેલ ટેક્ષી લાલ સિગ્નલ પર થોભી. એક નાનકડું શરીર પાછળની સીટ પર ડોકાયું. "સાહેબ સવારથી કઈ જમ્યું નથી."

ટેક્ષી ડરાઇવર ખડખડાટ હસ્યો. "સાહેબને તારી ભાષા ના આવડે..." પાછળની સીટ પરથી લંબાયેલ હાથમાંથી એક 'ઈમ્પોર્ટેડ' બિસ્કિટનું પેકેટ મળતાંજ એ નાનું શરીર ખુશીથી ઉછળતું ભાગ્યું.

બેક મિરરમાંથી તાકતી ટુરિસ્ટની આંખો ટેક્ષી ડરાઇવરને જાણે કહી રહી. "માનવતાની કોઈ ભાષા થોડી હોય?"


Rate this content
Log in