બાળમજૂરી રોકો, બચપણ બચાવો
બાળમજૂરી રોકો, બચપણ બચાવો
નવીનચંદ્ર ભાઈને ભણીને શિક્ષક બનવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન પૂર્ણ કરવા સખત મહેનત કરી. બી. એડ. પૂર્ણ કરી ગામડાની એક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ભણાવવાનો ઉત્સાહ ખૂબ. દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન આપે.
થોડા સમય પછી તેના ધ્યાનમાં આવ્યું કે, રવિ નામનો વિધાર્થી કે જે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે અઠવાડિયામાં ત્રણ જ દિવસ ભણવા આવે. બાકીના દિવસ એ ભણવા જ આવતો નથી. નવિનચંદ્ર ભાઈએ તેમને ન આવવાનું કારણ પૂછ્યું. પણ રવિએ કંઈ જવાબ ન આપ્યો.
એક રવિવારના દિવસે નવિનચંદ્રભાઈ રવિના ઘરની આજુબાજુ જાણવા ગયા કે શું કારણ હશે. કેમ તે ભણવામાં અનિયમિત છે. તેના ઘરની આજુબાજુમાંથી જાણવા મળ્યું કે રવિના પિતાજી અવસાન પામ્યા છે. ઘરમા તેના માતા અને નાની બહેન રહે. પરિવારના ગુજરાન માટે કોઈ આવક નથી.
નવિનચંદ્રભાઈ તેમના ઘરે ગયા અને વાત કરી. તેમને સમજાવ્યા કે બાળમજૂરી એક ગુનો છે. તેને બાળપણ માણવાનો પુરો હક છે. તમે વિધવા સહાય ફોર્મ ભરી તેના દ્વારા ગુજરાન ચલાવી શકો.
ત્યારપછી રવિ રોજ શાળાએ આવવા લાગ્યો.
