Bindya Jani

Children Stories Inspirational

4  

Bindya Jani

Children Stories Inspirational

બાળકો એટલે

બાળકો એટલે

1 min
326


"બાળકો એટલે બગીચાના મઘમઘતા ફૂલો" 

"બાળકો એટલે હવામાં ઊડતાં પતંગિયા"

"બાળકો એટલે પ્રભુના પ્રેમનો સંદેશ"

આટલા સરસ સુવિચારો અનાથાશ્રમન હોલમાં કાળા પાટિયા પર સુંદર અક્ષરોમાં લખાયેલા હતાં.

દિપક અને રોશની દર વર્ષની જેમ આ વર્ષે બાળદિન નિમિત્તે તેની દીકરીની યાદમાં બાળકો માટે રમકડા, કપડાં અને મીઠાઈઓ લઈને આવેલા. તેઓ આખો દિવસ બાળકો સાથે સમય પસાર કરે. દિપક અને રોશની આવે એટલે બાળકો પણ ખુશ થઈ જાય. પણ જ્યારે તેઓ જાય ત્યારે બાળકો ચૂપચાપ બેસી જાય.

દિપક અને રોશનીને પણ બાળકોથી છૂટું પડવું ગમે નહીં પણ આ વખતે તેઓએ ગૃહપતિ અને ટ્રસ્ટના પ્રમુખ સાથે ચર્ચા કરી ને અહીં રહેવાનું નક્કી કર્યું. તેઓ અહી અવારનવાર આવતા હોવાથી તેની વાત સાથે સૌ સહમત થયા.

દિપક અને રોશની પોતાના સરસામાન સાથે અહીં રહેવા આવી ગયા બાળકો ખુશ થઈ ગયા. દિપક અને રોશનીનો ખાલીપો ભરાઈ ગયો. એક બાળકથી નહીં પણ અનેક બાળકો ના મમ્મી અને પપ્પા બનીને. અને આ વિશાળ પરિવાર બાળદિનની ઉજવણી કરતો થઈ ગયો. 


Rate this content
Log in