Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

બાળદુર્ગા પૂજા

બાળદુર્ગા પૂજા

1 min
744


માઈ ભકત રમેશભાઈએ બાળદુર્ગા પૂજાનુ સુંદર આયોજન કર્યું. આવુ અદભુતકાર્ય એ જ કરી શકે જે ચેહર માની પ્રેરણા સમજી શકે. એકસો અગિયાર બાળ કુંવારિકાનુ વિધીસર પૂજન કરવામાં આવ્યું અને પછી દરેક કુવારિકાને ભેટ સોગાદ આપવામાં આવી.

આહા ! શું દ્રશ્ય હતુ. દિલ આનંદ વિભોર થઈ ગયું. આવા અદભુત અને અલૌકિક કાર્ય માટે લખવા શબ્દો પણ નથી મળતા. હ્રદય ગદગદ થઈ ગયુ. મા ચેહરને એક જ અરજ, આવા જ રૂડા પ્રસંગો કરી ગોરના કુવાના નામ અમર કરજે મવડી. દીન બાળક પર દયા રાખજે.

બાળદુર્ગા પૂજા પછી આરતી ઉતારવામાં આવી. આવા રમણિય કામ થતા હોય એટલે મા ચેહર હાજર જ હોય. માઈ ભકત રમેશભાઈના ચેહરા પર અલૌકિક તેજ જોવા મળે છે. અને સ્મિત ભરેલો ચેહરો હોય. નાના મોટા સૌને માન આપે અને આશીર્વાદ આપે. ચેહર મા અને માઈ ભકત રમેશભાઈના ચરણોમાં લાખ લાખ વંદન.

આવા રૂડા અવસર થતા રહે. માતાજી બધાને આનો લાભ આપે. જય ચેહર મા.


Rate this content
Log in