અવગણના
અવગણના
“તમારી સફળતામાં કોનો હાથ?” પાંચ વર્ષથી લેખિકા તરીકે પ્રખ્યાત થયેલી હિમાને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું. હસતા ચેહરે એણે જવાબ આપ્યો : દેખાવને સર્વસ્વ ગણી મારા સામાન્ય દેખાવને લીધે મને નાપસંદ કરનારનો મોટો હાથ છે.
ઇન્ટરવ્યૂ પૂરો થયો. પોતાની કારમાં ઘર તરફ જઈ રહેલી હિમાને ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. એકવીસની ઉંમર થતાં માતાપિતાએ હિમાનાં લગ્ન માટે મુરતિયો શોધવાનું ચાલું કર્યું.
વાત ચાલે મિટિંગ યોજાઈ થોડાક દિવસ બાદ જવાબ આવે અમને અનુકૂળ નથી. કોઈ તો સીધું કહી દે કે અમારે દેખાવડી કન્યા જોઈએ છે. ચાર વખતનાં કડવા અનુભવો હતાશા નિરાશા લાવી. આત્મવિશ્વાસમાં કમી આવી.
ડાયરીમાં મનમાં ચાલતી વાતો લખવા લાગી. ધીમે ધીમે સારી રચનાઓ કરવા લાગી. એવામાં પિતાનાં લેખક મિત્રનાં હાથમાં હિમાની રચનાઓ આવી. એમને હિમાને લેખનકળા માટે આગળ વધવા ખૂબ મદદ કરી.
આજે હિમાનાં બીજા પુસ્તકનું વિમોચન થયું. હિમાનાં રૂપને નાપસંદ કરનાર હિમાની લેખન કળાનાં ચાહકોમાં એક છે.
કોઈની અવગણના કોઈને સફળતા અપાવી.
